Abhayam News
AbhayamNews

50 ટકા વસ્તીને કોરોનાની રસી મળે પછી દંડ ધટાડવા નું વિચારશે HC..

ત્રીજી લહેરની આશંકા ના પગલે માસ્ક નો દંડ ન ઘટાડી શકાય.

રાજ્યના 50 ટકા લોકોનું રસીકરણ થશે પછી તે અંગે  વિચારણા કરી છું.

 HC કહ્યું ’50 ટકા વસ્તીને કોરોનાની રસી મળે પછી આ અંગે વિચારણા કરીશું’.

કોરોનાની બીજી લહેર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ હાથ ધરેલ સુઓમોટો કાર્યવાહીની સુનાવણી થઇ હતી. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અરજી કરી માંગ કરી હતી કે, હવે માસ્ક ન પહેરવાનો દંડ 1000 રૂપિયાથી ઘટાડી 500 રૂપિયા કરી દેવો જોઈએ. જોકે, હાઇકોર્ટ દ્વારા આ માંગ નકારી દેવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટનું કહેવું હતું કે, હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું નથી તેથી ઓછામાં ઓછી તકેદારી તરીકે માસ્કનો નિયમ હોવો જરૂરી છે. રાજ્ય સરકાર રાજ્યની 50 ટકા વસ્તીને કોરોનાની રસી આપે ત્યારબાદ દંડની રકમ અંગે વિચારણા કરવી જોઈએ.

હાઈકોર્ટે એવું પણ અવલોકન કરેલું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં માસ્કના નિયમ ભંગ બદલ આપણા દેશમાં ખૂબ ઓછી રકમનો દંડ કરવામાં આવે છે. તે દેશોની દંડની રકમ ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે 40થી 45 હજાર રૂપિયા થાય છે. તો કોરોના સંક્રમણની ત્રીજી લહેર માટેની સરકારી તૈયારીને હાઇકોર્ટ દ્વારા સરાહના પણ કરવામાં આવી હતી.

પારસી કોવિડ મૃતકોની અંતિમક્રિયા પારંપારિક દોખમાનશિની પ્રમાણે કરવાની રિટ અંગે પણ હાઇકોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. જેમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનું કોર્ટે પર છોડ્યું છે અને રાજ્ય સરકારે પણ હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. કોવિડ મૃતકોની અંતિમક્રિયા મુદ્દે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં કોઇ ઉલ્લેખ નથી અને સ્થાનિક મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર દ્વારા જાહેરનામા દ્વારા એવી કોઇ મનાઇ પણ ફરમાવવામાં આવી નથી કે, પારસી કોવિડ મૃતકોને દોખાનશિની પ્રમાણે અંતિમક્રિયા ન કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અનામતને લઈને ફડણવીસ પર મનોજ જરાંગે થયા ગુસ્સે

Vivek Radadiya

જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર

Vivek Radadiya

હાર્દિક પંડ્યાનું પહેલું રિએક્શન સામે આવ્યું

Vivek Radadiya