Abhayam News
AbhayamNews

ફ્રીમાં ફરવા મળતો ડુમસ બીચ ફરી વિક-એન્ડમાં બંધ…

  • પાલિકાને ટિકિટની આવક થતી હોય તેવા ફરવાના સ્થળો ખુલ્લા, ફ્રીમાં ફરવા મળતો ડુમસ બીચ ફરી વિક-એન્ડમાં બંધ.
  • કોરોના કેસ ઘટી રહ્યા હોવા છતાં પણ સતત ત્રીજા વીક-એન્ડમાં ડુમસ બીચ બંધ રહેતાં સહેલાણીઓમાં આક્રોશ.
  • બીચ બંધ રાખવો અયોગ્ય, ચોપાટી નજીક ભજીયાવાળાઓ છૂટ ને બિચ પર મકાઈવાળાને તાળાબંધી.
  • ફ્રીમાં ફરવા મળતો ડુમસ બીચ ફરી વિક-એન્ડમાં બંધ.

સુરતીઓ માટે વીક-એન્ડમાં હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ડુમસ બીચ સતત ત્રીજા વીકએન્ડ પર પણ બંધ રહેશે. પાલિકાએ બીચ ખોલવા અંગે કોઇ નિર્ણય નહીં લેતા આ વીકએન્ડ ઉપર પણ સુરતીઓ ડુમસ બીચ પર નહીં જઈ શકશે. પરવાનગી નહીં હોવાથી પોલીસ સહેલાણીઓને બીચ પર જતા અટકાવી દે છે. આ અંગે ધારાસભ્યથી લઈ સાંસદ સુધી તમામને રજૂઆત કરાઈ હોવા છતાં વીકએન્ડ પર બીચ ખોલવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

બીજી તરફ પાલિકાના તમામ બાગ-બગીચા, મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતના સ્થળોને ખોલી દેવાયા છે તો બીચ કેમ બંધ રાખવામાં આવ્યો છે એવી ફરિયાદ લોકોમાં ઉઠી રહી છે. પાલિકાના આ વલ‌ણનો વિરોધ કરતા ધારાસભ્ય ઝંખના પટેલે કહ્યું હતું કે, જ્યાંથી ચેપ ફેલાય છે તે તમામ સ્થળો ખોલી દેવાયા છે તો ખુલ્લી હવા આપતો બીચ કેમ બંધ કરાયો છે? બીજી બાજુ મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને લઈ બીચ બંધ કરાયો હતો. પ્રયત્ન ચાલુ છે. ઝડપી ખોલાવીશું. શહેરમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે જેને પગલે સિટી બસ, મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતના તમામ સ્થળોને ખોલી દેવાયા છે. પરંતુ હજુ સુધી ડુમસ બીચ ન ખોલાતા લોકોમાં રોષ ફેલાયો છે.


ચોપાટી ઉપરના વિસ્તારમાં ભજીયાની લારીઓ ખુલ્લી રખાઈ છે. એટલે જ્યાં બિચ છે ત્યાં મકાઈ વેચનારાનું બંધ છે જ્યારે ભજીયા વેચાઇ છે તે બધું પાછું ખુલ્લું રખાયું છે જેથી લેખિત અરજી કરી છે. પાલિકા કહે છે કે અમે જોઈએ કે કેટલું પબ્લિક થાય છે ત્યાર બાદ ખોલીશું તેમ કહે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-ફી ન ભરવાથી બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે એટલે,શિક્ષકોનો અનોખો પ્રયાસ..

Abhayam

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોરોના પ્રભાવિત સેક્ટર માટે આટલા લાખ કરોડની સહાય..

Abhayam

વર્લ્ડકપની ફાઇનલમાં પિચને લઈને આવ્યા મોટા સમાચાર

Vivek Radadiya