Abhayam News
Abhayam News

હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં કરશે કોંગ્રેસ માટે ચૂંટણીનો પ્રચાર…

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકરણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં રહેતા UPના લોકોમાં તેમના પરિવારના સભ્યો મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો તો મતદાન કરવા માટે ઉત્તર પ્રદેશ જવાની તૈયારી કરી રહ્યા છે.

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સપા વચ્ચે સીધી ટક્કર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉત્તર પ્રદેશના ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.

આ યાદીમાં ગુજરાતના કોંગ્રેસના એક યુવા નેતાનું નામ પણ સામેલ છે. આ યુવાનેતા ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છે. 

સ્ટાર પ્રચારકોની યાદીમાં મનમોહન સિંહનું પણ નામ છે અને તેમાં હાર્દિકના નામનો સમાવેશ થતા હાર્દિકના સમર્થકો ખૂબ ખુશ છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાના સંક્રમણની વચ્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજકીય પાર્ટીઓની રેલી પર ચૂંટણીપંચ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

twitter.com

આ ઉપરાંત પ્રચારમાં વીડિયોવાનનો ઉપયોગ કરવાને લઈને ચૂંટણીપંચ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેમાં 30 મિનીટથી વધુ સમય વીડિયો વાનને રોકાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચૂંટણીપંચ દ્વારા 500 લોકોની હાજરીમાં વીડિયોવાનથી પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પ્રચાર માટે જે સ્ટાર પ્રચારકોની યાદી કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી છે તેમાં હાર્દિક પટેલ, સોનિયા ગાંધી, પૂર્વ PM મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ભૂપેશ બધેલ, ગુલામ નબી, અશોક ગેહલોત અને સચિન પાયલટના નામનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ જગ્યા પર સભાઓને સંબોધન કરશે.

ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. 10 ફેબ્રુઆરીના રોજ પહેલા તબક્કાનું મતદાન થશે. 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે.

23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. 27 ફેબ્રુઆરીના રોજ પાંચમાં તબક્કાનું મતદાન થશે. 3 માર્ચના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે અને 7 માર્ચના રોજ 7માં તબક્કાનું મતદાન થશે. આ ઉપરાંત 10 માર્ચના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોવા છતા પણ હાર્દિક પટેલના નામ પર સ્ટાર પ્રચારક તરીકે હાઈકમાન્ડે મહોર મારી છે. અગાઉ લોકસભાની ચૂંટણી સમયે પણ ગુજરાતમાં હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને તેના માટે અલગથી હેલીકોપ્ટરની પણ ફાળવણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ફરી વતન ની વ્હારે: સુરત સેવા સંસ્થા દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર 100 જનરેટર મોકલ્યા…

Abhayam

દેશમાં લોકડાઉન થશે કે નહી જુઓ ફટાફટ-કોરોનાની બગડતી સ્થિતિ વચ્ચે અમિત શાહે લોકડાઉનને લઇ કરી દીધો મોટો ઇશારો…

Abhayam

પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન,

Abhayam

Leave a Comment