Abhayam News
Abhayam News

બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં કોરોના નિયમના ઘજાગરા ભાજપ નેતા પણ હાજર…

ગુજરાતના પોલીસ વડાં આશિષ ભાટિયાએ તાજેતરમાં કહ્યું હતું કે લગ્ન સમારોહમાં ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે આકરાં પગલાં ભરો.

સામાન્ય માણસના પ્રસંગમાં થોડા માણસ પણ ભેગાં થાય તો પોલીસ કોરોના નિયમના નામે દંડ ફટકારે છે,

પરંતુ શહેરના માલેતુજાર અને બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્ન સમારંભમાં તો ખુલ્લેઆમ નિયમના ધજાગર ઉડ્યા હતા, ભાટીયા સાહેબ આમની સામે  પગલાં લેશો?

સુરતના જાણીતા બિલ્ડર લવજીભાઇ ડાલિયાં કે જેમને લોકો લવજી બાદશાહના નામે ઓળખે છે તેમની પુત્રના લગ્ન સમારોહમાં 2 દિવસમાં 5 હજારથી વધારે લોકો સામેલ થયા હોવાનું જાણવા મળ્યું છે અને  પરિવાર અને મોટાભાગના મહેમાનો માસ્ક વગર જ ફરતા નજરે પડયા હતા.

નવાઇની વાત છે કે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી લેવલના નેતા પણ લગ્નમાં માસ્ક વગર મહાલતા નજરે પડ્યા છે. કોરના ગાઇડ લાઇન્સના સરેઆમ ધજાગરા ઉડવા છતા તંત્રની પગલાં લેવાની તાકાત નથી, સામાન્ય માણસના લગ્નમાં દંડ વસુલતી પોલીસને આવા લગ્નો નહીં દેખાઇ એ વાત ચોકક્સ છે.

લવજી બાદશાહની પુત્રી ગોરલના મયુર નામના યુવાન સાથે શનિવારે લગ્ન થયા હતા અને રવિવારે રિસેપ્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.વરાછા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં બે દિવસમાં લગભઘ ચારેક હજાર લોકો સામેલ થયા હતા.

શહેરના જાણીતા બિલ્ડર હોવાને કારણે આ લગ્ન પ્રસંગમાં રાજયના મંત્રી જીતુભાઇ વાઘાણી, કેન્દ્રના રાજ્યકક્ષાના ટેક્સટાઇલ અને રેલવે મંત્રી દર્શના જરદોશ, માજી ધારાસભ્યો, નેતાઓએ લગ્નમાં હાજરી આપી હતી અને આ બધાએ ન તો માસ્ક પહેર્યા હતા કે ન તો સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યું હતું. તસ્વીરો જોશો તો ખબર પડશે.

ગુજરાતના પોલીસ વડાં આશિષ ભાટિયાએ તાજેતરમાં કહ્યું હતું કે લગ્ન સમારોહમાં ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે આકરાં પગલાં ભરો. સામાન્ય માણસના પ્રસંગમાં થોડા માણસ પણ ભેગાં થાય તો પોલીસ કોરોના નિયમના નામે દંડ ફટકારે છે,

પરંતુ શહેરના માલેતુજાર અને બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્ન સમારંભમાં તો ખુલ્લેઆમ નિયમના ધજાગર ઉડ્યા હતા, ભાટીયા સાહેબ આમની સામે  પગલાં લેશો?

રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે અને સરકારે લગ્નની હાજરી મર્યાદિત કરીને 150 લોકોને જ પરવાનગી આપવાની ગાઇડ લાઇન બહાર પાડી છે, પણ આ ગાઇડ લાઇન્સ સામાન્ય માણસ માટે જ છે એવું લાગી રહ્યું છે.

લવજી બાદશાહની પુત્રીના લગ્ન સમારંભમાં કોરોનાની ગાઇડ લાઇન્સના ભંગની ભારે ચર્ચા ચાલી રહી છે, પણ બધા જાણે છે તેમ મોટા માથા સુધી પોલીસના હાથ પહોંચવાના નથી. નેતાઓની રેલીમાં પણ નિયમ ભંગ થતો હોવા છતા કોઇ પગલાં લેવાયા હોય તેવું જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સવજી ધોળકિયા પરિવારે 50 કરોડનું હેલિકોપ્ટરનું સરપ્રાઈઝ આપતા જાણો એ શું કહ્યું….

Abhayam

સુરત ના એલ.પી .એસ શાળા પરિવાર તેમજ સહિયારી સંસ્થા દ્વારા કરાયું રક્ત દાન કેમ્પ નું આયોજન ….

Abhayam

આવતીકાલથી ગુજરાતમાં આ યોજના હેઠળ શહેરમાં શરૂ થશે વિમાની સેવા..

Deep Ranpariya

Leave a Comment