સૌથી પહેલા ગુજરાતીઓએ જ વસાવ્યું માલદીવ મહાસાગરમાં સ્થિત 1200 ટાપુઓનો સમૂહ માલદીવ આ દિવસોમાં ચર્ચામાં છે. પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને એ બાબતે માલદીવના મંત્રીએ કરેલા ટ્વીટથી આખા દેશમાં હંગામો મચી ગયો છે અને બૉયકોટ માલદીવનું ટ્રેન્ડ શરૂ થયો છે. એવામાં શું તમે જાણો છો કે માલદીવ એક સમયે હિંદુ રાષ્ટ્ર હતું અને ગુજરાતનો ગઢ કહેવાતો હતો પરંતુ સમય જતાં તે ઈસ્લામિક દેશ બની ગયો. કેવી રીતે? ચાલો જાણીએ..
માલદીવ એ વિશ્વનો સૌથી નિચલો દેશ છે જે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો ટાપુ છે. માલદીવ શ્રીલંકાથી લગભગ એક કલાકના અંતરે આવેલું છે અને તે વિશાળ હિંદ મહાસાગરમાં ફેલાયેલા લગભગ 1200 ટાપુઓનું બનેલું છે. જાણકારો કહે છે કે માલદીવ 2,500 વર્ષથી વધુ જૂનું છે. આ સાથે જ સૌથી રોચક વાત એ છે કે એવું કહેવાય છે કે અહીંના પ્રારંભિક રહેવાસીઓ ગુજરાતના હતા. જેઓ પહેલા શ્રીલંકા પહોંચ્યા અને પછી ત્યાંથી માલદીવમાં સ્થાયી થયા હતા.
સૌથી પહેલા ગુજરાતીઓએ જ વસાવ્યું માલદીવ
ઇતિહાસકારોનું માનવું છે કે અહીં 12 મી સદીમાં હિંદુ રાજાઓએ શાસન કર્યું હતું. આ પછી આ સ્થાન બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું પરંતુ બૌદ્ધ ધર્મ વધુ સમય સુધી પ્રબળ ન રહ્યો. એવું પણ માનવામાં આવે છે કે તમિલ રાજાઓ પણ અહીં તેમના બોલા બાલા રાખતા હતા, પરંતુ થોડા સમય પછી આરબ વેપારીઓના આગમનથી દ્રશ્ય બદલાઈ ગયું અને આ વિસ્તાર ટૂંક સમયમાં મુસ્લિમ વિસ્તારમાં ફેરવાઈ ગયો. આજે તે મુસ્લિમ રાષ્ટ્ર બની ગયું છે.
સાથે જ એવું પણ કહેવાય છે કે ધોવેમી માલદીવના છેલ્લા બૌદ્ધ રાજા હતા જેમણે ઈસ્લામ સ્વીકાર્યો હતો. ઈતિહાસકારોના મતે માલદીવ પરંપરાગત રીતે હિંદુમાંથી બૌદ્ધ રાષ્ટ્રમાં બદલાઈ ગયું, ત્યારબાદ 12મી સદીની આસપાસ ઈસ્લામમાં રૂપાંતરિત થયું હતું. હાલમાં માલદીવમાં સુન્ની મુસ્લિમોની વસ્તી સૌથી વધુ છે.
હવે પરિસ્થિતિ કઇંક એવી છે કે માલદીવના બંધારણ મુજબ માત્ર મુસ્લિમોને જ દેશના નાગરિક કહેવાની છૂટ છે. માલદીવમાં ઇસ્લામ સિવાય અન્ય કોઈ ધર્મને મંજૂરી નથી. એમ છતાં માલદીવ ભારતીયો માટે પસંદનું પ્રવાસન સ્થળ હતું. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન માલદીવ સરકારના મંત્રી મરિયમ શિઉના અને અન્ય નેતાઓ દ્વારા આપવામાં આવેલા વાંધાજનક નિવેદનો બાદ બંને દેશોમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા થોડા દિવસોથી #ExploreIndianIslands અને #BycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે