ગુજરાત સરકારે આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત કરી રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે અને આ અંગે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત આજે 8 નવેમ્બર રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે જે 30 નવેમ્બર સુધી કરી શકાશે.રાજ્યમાં 53000 આંગણવાડી આવેલી છે. જેમાં વર્ષે કુલ દસ હજારથી વધુ ભરતી થશે.
સરકારના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં સુપરવાઇઝર સહાયક સહિતનાઓની અરજી મંગાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ભરતી અનુસાર વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર ની 3000 જગ્યાઓ અને 7000 જગ્યાઓ પણ આંગણવાડી તેડાગરની ભરતી કરવામાં આવશે. જેની અરજી https://e-hrms.gujarat.gov.in/ વેબ સાઇટ પર મંગાવાઈ રહી છે.
કયા ડોક્યુમેન્ટ જરૂરી?
અરજીપત્ર, અભ્યાસ અંગેના પ્રમાણપત્ર, ઉંમરનું સર્ટિફીકેટ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો સહિતના દસ્તાવેજો ફરજિયાત કરાયા છે.
આ રીતે ભરો ફોર્મ
સૌ પ્રથમ https://e-hrms.gujarat.gov.in/ વેબની મુલાકાત લેવી.
બાદમાં જિલ્લો, જગ્યા, જાતી સહિતની વિગત સંપૂર્ણ ભરવી
બાદમાં ઉમેદવારની જરૂરી માહિતી આપવી
અભ્યાસની વિગતો જણાવવી
વિગત સબમિટ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા
ત્યારબાદ અરજી માટે ચૂકવવાની રકમની ઓનલાઈન પેમેન્ટ કરવું.
સાચી વિગતો બાદ લાસ્ટ સબમિશન પર ક્લિક કરો.
પછી PDF ડાઉનલોડ કરવી
આ પોસ્ટ માટે વય મર્યાદા અને અન્ય વિગતો
આંગણવાડી કામગારમાં અરજી માટે ઇચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા ધોરણ-10 પાસ છે અને ઉંમર 18થી 35 વર્ષ હોવી જોઈએ.
જ્યારે આંગણવાડી સહાયકમાં ઇચ્છુક ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા ધોરણ-8 પાસ છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ ફરજિયાત કરાયું છે.
વધુમાં આંગણવાડી સુપરવાઇઝરમાં રસ ધરાવતા લોકોની શૈક્ષણિક યોગ્યતા ધોરણ-12 પાસ અને ઉંમર મર્યાદા 21થી 40 વર્ષ હોવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે