Abhayam News
Abhayam

ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ

Private agencies alert about terror attacks in India

ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે, 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાં નાગરિકોની હત્યા કરનાર હમાસ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. એવા અહેવાલ છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર તેના આતંકવાદીઓને હમાસ દ્વારા કરવામાં આવેલા નરસંહારના વીડિયો બતાવીને ભારત માટે તૈયાર કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓને તેના ઇનપુટ મળ્યા છે.

ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ

આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે હમાસના લડવૈયાઓ મોટરાઈઝ્ડ ગ્લાઈડર અને હેન્ડ ગ્લાઈડરનો ઉપયોગ કરીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા. લશ્કરે આવા હુમલાઓ માટે કેટલાક ભારે ડ્રોન પણ ખરીદ્યા છે, જે એક વ્યક્તિને લઈ જઈ શકે છે. આને મેન લિફ્ટિંગ ડ્રોન કહેવામાં આવે છે. કેટલાક હેંગ ગ્લાઈડર પણ ખરીદવામાં આવ્યા છે.
 
તો શું ગુજરાત-કાશ્મીરમાં હુમલાનું આયોજન ? 
આશંકા છે કે, લશ્કર ગુજરાત, રાજસ્થાન, કાશ્મીર અને પંજાબમાં હમાસ જેવા હુમલા કરી શકે છે. તેથી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓને સૂચના આપી છે કે, આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જારી કરાયેલ SOPનું કડકપણે પાલન કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે, લશ્કર પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પોમાં હમાસના વીડિયોનો પ્રચાર કરી રહ્યું છે, જેથી આતંકવાદીઓ હમાસની હુમલાની રણનીતિ સારી રીતે જાણી શકે.

ઉડતી વસ્તુઓને ઠાર કરવાનો આદેશ
સૂત્રોનું કહેવું છે કે, ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે સરહદી વિસ્તારમાં ડ્રોનની દેખરેખ વધારવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓને કોઈપણ ઉડતી વસ્તુને મારવાના આદેશો મળ્યા છે. સરહદી વિસ્તારોમાં રડાર દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

લશ્કર-એ-તૈયબાની રચના ક્યારે થઈ ? 
લશ્કર-એ-તૈયબા એ દક્ષિણ એશિયાના સૌથી મોટા ઈસ્લામિક આતંકવાદી સંગઠનોમાંનું એક છે. હાફિઝ મુહમ્મદ સઈદે 1990માં અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં તેની સ્થાપના કરી હતી. હાફિઝ હાલમાં પાકિસ્તાનના લાહોરથી લશ્કરનું સંચાલન કરે છે. આ સંગઠને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. જનરલ પરવેઝ મુશર્રફના લશ્કરી શાસન હેઠળ 12 જાન્યુઆરી, 2002ના રોજ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ મે 2005માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પર લશ્કરને ફંડિંગ અને હાફિઝ સઈદને આશ્રય આપવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં સૌથી પહેલાં લઈ લીધો આ મોટો નિર્ણય જાણો પૂરી ખબર…

Abhayam

શું સચિનના નામ પર રેલવે સ્ટેશન બન્યું છે ? 

Vivek Radadiya

ઠંડીમાં કારને સ્ટાર્ટ કરતા પહેલા આટલી વાતનુ જરુર ધ્યાન રાખો

Vivek Radadiya