સરકાર પાસેથી સોનું ખરીદનારને 8 વર્ષમાં વાર્ષિક 13.63% રિટર્ન મળ્યું સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ પાકતી મુદત 30 નવેમ્બરે પૂર્ણ થશે. આ બોન્ડે આઠ વર્ષમાં 13.63% વળતર આપ્યું છે. આરબીઆઈ આ મહિને પાકતી મુદતની કિંમત જાહેર કરશે. આટલો મોટો નફો એટલા માટે થયો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ બમણાથી વધુ વધી ગયા હતા.
સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ પાકતી મુદત 30 નવેમ્બરે પૂર્ણ થશે. આ બોન્ડે આઠ વર્ષમાં 13.63% વળતર આપ્યું છે. આરબીઆઈ આ મહિને પાકતી મુદતની કિંમત જાહેર કરે છે. આટલો મોટો નફો એટલા માટે થયો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ બમણાથી વધુ વધી ગયા હતા.આરબીઆઈએ સૌપ્રથમ નવેમ્બર 2015માં ગોલ્ડ બોન્ડ લોન્ચ કર્યા હતા.
સરકાર પાસેથી સોનું ખરીદનારને 8 વર્ષમાં વાર્ષિક 13.63% રિટર્ન મળ્યું
બોન્ડની મેચ્યોરિટી તારીખ અથવા રિડેમ્પશન કિંમત પાછલા સપ્તાહ સોમવારથી શુક્રવારની 999 શુદ્ધતાના સોનાની સરેરાશ બંધ કિંમત પર આધારિત છે. આ કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા જારી કરવામાં આવી છે. આરબીઆઈએ પણ તાજેતરમાં 2017-18ના બોન્ડમાંથી સમય પહેલા ઉપાડની જાહેરાત કરી હતી.
સોનાની કિંમત 6,116 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પ્રથમ બોન્ડની કિંમત આની આસપાસ હોઈ શકે છે. પ્રથમ તબક્કાની કિંમત 2,684 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી. ગોલ્ડ બોન્ડમાં પ્રારંભિક રોકાણ વાર્ષિક 2.75 ટકાના દરે નિશ્ચિત વ્યાજ આપે છે.

વળતરનું ગણિત આ રીતે સમજો
આ ગણતરી 37 ગ્રામ સોનાની કિંમત 2,684 રૂપિયા પ્રતિ ગ્રામના આધારે કરવામાં આવી છે.
- રોકાણની કુલ રકમઃ રૂ. 99,308
- સોનાની પ્રતિ ગ્રામ કિંમતઃ રૂ. 6,130
- ઉપાડના સમયે રકમઃ રૂ. 2,26,810
- અર્ધવાર્ષિક ધોરણે વ્યાજઃ રૂ. 1,365
- કુલ વાસ્તવિક વળતર: 128 ટકા
- ચક્રવૃદ્ધિ વ્યાજ: 10.88 ટકા
- વળતર: 13.6% (10.88+2.75%)
2015 માં શરૂ થયેલયોજનાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુથી ભારત સરકારે RBI દ્વારા સૌપ્રથમ નવેમ્બર 2015માં સરકારી ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી હતી. સરકારની આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ બજાર કરતાં ઓછી કિંમતે સોનામાં રોકાણ કરી શકે છે. આ યોજના સુરક્ષિત છે જે તેમાં રોકાણની સુરક્ષાની ખાતરી જાતે સરકાર આપે છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં તમે 24 કેરેટ એટલે કે 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરવાની તક મેળવો છો. આ યોજનાને રોકાણકારો તરફથી ખુબજ સરસ પ્રતિસાદ મળ્યો છે અને તેના બદલામાં તેમને અદભુત વળતર પણ મળ્યું છે.
SGB સ્કીમ એટલી લોકપ્રિય છે તેનું કારણ બજાર કરતાં ઓછી કિંમતે શુદ્ધ સોનું મેળવવાનું છે, જ્યારે ઑનલાઇન ખરીદી પર ઉપલબ્ધ વધારાના ડિસ્કાઉન્ટે તેને વધુ લોકપ્રિય બનાવી છે. ઓનલાઈન ખરીદનારા લોકોને સારો લાભ મળેવે છે જે 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે