Abhayam News
AbhayamNews

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણ સાથે ચેડાં કરવાના આરોપમાં એક યુવકની ગુજરાતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ..

  • CMની સ્પીચ સાથે ચેડાં કરનાર શખ્સ વડોદરાથી ઝડપાયો.
  • વડોદરા ક્રાઈમ બ્રાંચે આરોપી પ્રદિપ કહારને ઝડપ્યો.
  • CMના પદ અને પ્રતિષ્ઠાને નુકશાન કરવા મુદ્દે નોંધાયો ગુનો.
  • સોશ્યલ મીડિયામાં સીએમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ .

અત્યારે ઇન્ટનેટ અને સોશ્યલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાયેલા છે તથા જુદા જુદા પ્લેટફોર્મ મનોરંજન, કોમ્યુનિકેશનની સાથે સાથે જાણકારી પ્રાપ્ત કરવાના કામે આવી રહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયાનો પોતાનો અલગ જ દબદબો હવેના યુગમાં જોવા મળે છે. આંગળીના ટેરવે જોતજોતાંમાં વીડિયો વાયરલ થઈ હતા હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધપકડ કરવામાં આવી છે. 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હે ત્યારે મુખ્યમંત્રીની સ્પીચ સાથે ચેડાં થયા હોવાના આરોપમાં રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે. યુવક પર સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરાવવાનો પણ આરોપ છે. 

નોંધનીય છે કે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે યુવકની ધરપકડ કરવામાં આવી છે તે પ્રદીપ કહાર વડોદરામાં રહે છે તથા તે ડીજેનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે. તેના પર વાસ્તવિક વીડિયોને એડિટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને પદને નુકસાન થતો હોવાનો ગુનો પણ યુવક સામે નોંધવામાં આવ્યો છે

Related posts

ચીની વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

Vivek Radadiya

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Vivek Radadiya

ભારતના ભાગ્ય વિધાતા બની રહ્યા છે ખેડૂતો

Vivek Radadiya

1 comment

Comments are closed.