અમરેલી જિલ્લાનાં સુડાવડ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જંતુનાશક દવાના ઉપયોગથી ખેતી ખર્ચ વધે છે અને ખેડૂતોની આવક પણ ઘટે છે. ગાય આધારિત ખેતીથી ખર્ચમાં ઘટાડો થાય છે. ખર્ચ ઘટતા આવક વધે છે.

અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી કરે છે. ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી અને અલગ અલગ ઓર્ગેનિક દવાઓ તૈયાર કરે છે અને પાકમાં છંટકાવ કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.ત્યારે અમરેલી જિલ્લાનાં બગસરાનાં સુડાવડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેમ કહેવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન
પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરી અને ઉત્પાદનમાં વધારો પણ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીથી થતું ઉત્પાદનનો ભાવ પણ જાહેર માર્કેટમાં વધુ મળે છે.
અનેક ખેડૂતો જંતુનાશક દવાનો ખુબ જ ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે પાક અને જમીનને અસર થઇ રહી છે. તેમજ ખેતી ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગાય આધારિત ખેતી કરવાથી ખર્ચમાં ઘટાડો થાય છે. ખેતી ખર્ચ ઘટવાથી ખેડૂતોની આવકમાં વધારો થયા છે. ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા સલાહ અપાઇ છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે રવી કૃષિ મહોત્સવ કાર્યક્રમ અન્વયે પ્રાકૃતિક કૃષિ વિશેનું સઘન માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતોના ખેતરની અન્ય ખેડૂતોએ મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ માટેનું પ્રત્યક્ષ નિદર્શન મેળવ્યું હતુ.
બાગાયત નિયામક પી.એમ.વઘાસિયા અને પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ આસોદરીયાએ રવી કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની સમજ અને માર્ગદર્શન આપ્યું હતું. ખેતી વિસ્તરણ અધિકારી રાહુલભાઇ વાછાણીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…..