કેનેડા માં કરિયાણા ની ખરીદી કેનેડા અને ભારતના નાણાની સરખામણી જો તમે બચત કરો છો તેવા કિસ્સામાં જ કરવી બરાબર રહેશે. આ સિવાય તમે જ્યારે કેનેડામાં કમાયેલા ડૉલરનો ખર્ચ કેનેડામાં જ કરો છો ત્યારે તેને પાણીને જેમ ઈચ્છા ન હોય તો પણ પણ વહેતા મૂકવા પડે છે.
સામાન્ય રીતે કેનેડામાં ઘણાં પાસે સાંભળ્યું હશે કે કાર લેવી બહુ જ સરળ છે પરંતુ તેની જાણવળી, હવામાનમાં ફેરફાર થાય ત્યારે તેમાં કેટલાક જરુરી ફેરફાર કરવા, ઈન્યોરન્સ (જે અનુભવ પ્રમાણે ભરવાનો રહે છે)
વગેરે બાબતો જેટલી સરળ લાગે તેટલી સરળ હોતી નથી. આજે અમે એક સામાન્ય ગણતરી કેનેડામાં તમારી પાસે 100 ડૉલર હોય તો મૉલમાં જઈને કેટલી ખરીદી કરી શકો છો તે અંગેની માહિતી અહીં આપી રહ્યા છીએ.
સૌથી મહત્વની વાત એ છે કે, કેનેડામાં મોટા શહેરો જેવા કે, ટોરેન્ટો, મોન્ટ્રેલ, વેનકુવર, કેલગરી, એડમોન્ટો, વિનિપેગ, ક્યૂબેક સિવાય તમારે મૉલ અને સ્ટોર સરળતાથી મળી રહે છે. અહીં તમને એક જ વસ્તુના અલગ-અલગ ઓપ્શન પણ મળશે અને તેના પ્રમાણે વસ્તુની કિંમત નક્કી થતી હોય છે.
દૂધ, દહીં, ઈંડા વગેરેમાં એકથી વધુ ઓપ્શન હોય છે અને તેની કિંમતમાં પણ ફેરફાર હોય છે. હવે અમે અહીં મળતી વિવિધ વસ્તુઓની કિંમત અંગે માહિતી આપી રહ્યા છીએ.
જેઓ શાકાહારી છે તેમને કેનેડામાં ઓછા ઓપ્શન મળે છે તેવું ત્યાં અગાઉ પહોંચેલા અને ત્યાંના નાગરિક બનેલી ગુજરાતીઓ સાથે કરેલી વાતમાં અમે જાણ્યું છે.
કેનેડા માં કરિયાણા ની ખરીદી
દહીં, 1.8kg, 7.47 ડૉલર (ફેટ પ્રમાણે કિંમત બદલાશે)
દૂધ, 4lt, 5.89 ડૉલર (ફેટ પ્રમાણે કિંમત બદલાશે)
બટર, 1 પાઉન્ડ, 8.25 ડૉલર (કિંમત બ્રાન્ડ પ્રમાણે બદલાશે)
રોટલી (નાના), 8.21 ડૉલર (જે રેડી ટૂ કૂક હોય છે)
ચણાની દાળ, 1kg, 5.14 ડૉલર (વજન પ્રમાણે ભાવ બદલાશે)
ખાંડ, 1kg, 3.27, 3.27 ડૉલર (આ બ્રાઉન સૂગરની કિંમત છે)
તેલ, 5lt, 17.27 ડૉલર (વજન ઘટે તો per lt કિંમત વધશે)
ઘી, 1kg, 15.89 ડૉલર (કિંમત અહીં પણ)
પીનટ બટર, 1kg, 4.27 ડૉલર ( બ્રાન્ડ પ્રમાણે કિંમત બદલાશે)
સફરજન, 10 નંગ, 5.48 ડૉલર (કેનેડામાં સફરજનની વિવિધ જાત મળશે)
કેળા, 1 પાઉન્ડ, 6.27 ડૉલર (જાત અને સાઈઝ પ્રમાણે કિંમત બદલાશે)
ડૂંગળી, 3kg+, 7.87 ડૉલર (આ સિવાય દોઢ કિલોનું પેક પણ મળશે)
બટાકા, 2kg+, 4.29 ડૉલર (વજન પ્રમાણે કિંમત બદલશે)
બ્રેડ, 400 ગ્રામ જેટલું વજન, 1.98 ડૉલર (બ્રાન્ડ મુજબ કિંમત બદલાશે)
ચા, 1kg, 14.87 ડૉલર (અહીં પણ બ્રાન્ડ પ્રમાણે કિંમત બદલાશે)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……