રાજ્ય સરકાર દ્વારા સુરતની સિવિલમાં ભરતી કરાઈ હતી. કોરોનાના કહેર વચ્ચે દર્દીઓને સારવાર આપવા ભરતી કરાઈ છે.
- રાજ્ય સરકાર દ્વારા સુરતની સિવિલમાં કરાઈ ભરતી
- કોરોનાના કહેર વચ્ચે દર્દીઓને સારવાર આપવા કરાઈ ભરતી
- ત્રણ મહિના માટે હંગામી ધોરણે તબીબોની કરાઈ ભરતી
સુરતની સિવિલમાં ત્રણ મહિના માટે હંગામી ધોરણે તબીબોની ભરતી કરવામાં આવી છે.
2 નવા ડોકટરો સિવિલ સાથે જોડાયા
- કોરોના સંક્રમણની વચ્ચે અધવચ્ચેથી IPL છોડવા લાગ્યા ખેલાડીઓ, BCCIનો આવ્યો જવાબ
- કોરોનાને નાથવા સેનાએ શરુ કર્યું આ મોટું કામ, CDS બિપિન રાવતે PM મોદીને આપી જાણકારી
- બેવડી નીતિ : અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂમાં 500 જેટલા આ ‘ખાસ લોકો’ને આવન-જાવન કરતા તંત્ર નહીં રોકે
વર્ગ 1 અને વર્ગ 2ના તબીબોની ભરતી કરાઈ. 42 નવા ડોકટરો સિવિલ સાથે જોડાયા છે. વર્ગ 1ના 3 તબીબ જ્યારે વર્ગ 2ના 39 તબીબો જોડાયા છે. વર્ગ 1ને 2.50 લાખ જ્યારે વર્ગ 2ને 1.25 લાખનું માસિક વેતન ચૂકવવામાં આવશે.
કોરોના વોરિયર્સ સાથે અન્ય લોકો પણ સંક્રમિત
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સ સાથે અન્ય લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. 2 ડોક્ટર, 2 સિવિલ કર્મી, 3 મનપા કર્મી, 3 શિક્ષક અને 69 વદ્યાર્થી સહિત 4 પોલીસ જવાન અને 3 બેંક કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો
સુરત સિવિલ અને સ્મિમેરમાં ગંભીર દર્દીઓ ઘટ્યા છે. સિવિલ અને સ્મિમેરમાં 1068 દર્દીઓ ગંભીર છે. સુરત સિવિલમાં 830માંથી 763 દર્દીઓ ગંભીર છે અને 25 વેન્ટિલેટર, 335 બાઈપેપ, 403 દર્દી ઓક્સિજન પર છે. સામે સ્મિમેર હોસ્પિટલમાં 316માંથી 305 દર્દીઓ ગંભીર છે જેમાંથી 23 વેન્ટિલેટર, 182 બાઈપેપ, 100 દર્દી ઓક્સિજન પર છે.