Abhayam News
AbhayamGujarat

પતંગ રસિકો માટે સારા સમાચાર

Good news for kite enthusiasts

પતંગ રસિકો માટે સારા સમાચાર ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો હશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઇ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે: અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં ઠંડીનું જોર યથાવત છે. એમાંય હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં તારીખ 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે.

પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા: અંબાલાલ

આ સિવાય અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને વધુ એક માઠી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ’29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવું અનુમાન છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. જાન્યુઆરી 1થી 5માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સંસ્કૃતિનું નગર ધોળાવીરાને હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો…

Abhayam

પ્રીતિ ઝિન્ટાએ IPL ઓક્શન દરમિયાન કરી મોટી ભૂલ

Vivek Radadiya

સુરતમાં 600 કરોડના હીરાના ગણેશની પૂજા કરવામાં આવી

Vivek Radadiya