Abhayam News
Abhayam

શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ

AI

શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ શિક્ષણ પ્રણાલીમાં AI tool નો સમાવેશ કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી લઈને છેક એન્જિનિયરિંગ સુધી અને ITIના વિદ્યાર્થીઓ AIનો અભ્યાસ કરશે. તેમજ મશીન લર્નિંગના વિવિધ વિષયોનો અભ્યાસ કરશે. ટૂંક સમયમાં કોર્ષ તૈયાર કરીને અમલમાં મુકવામાં આવશે.

શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ

ટૂંક સમયમાં જ આખા દેશની શાળાઓના બાળકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શીખવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ સંદર્ભે એક રૂપરેખા તૈયાર કરી લીધી છે. જે ટૂંક સમયમાં લાગુ થવાના છે. તાજેતરમાં યુજીસીએ દેશભરની તમામ યુનિવર્સિટીઓમાં AI અભ્યાસ શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં AIનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ ITIના વિદ્યાર્થીઓ સુધી અભ્યાસક્રમ તૈયાર કરવમાં આવ્યો છે અને AI શીખવવામાં આવશે.

બાળકોની ઉંમરને ધ્યાનમાં રખાશે

તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એજ્યુકેશન સિસ્ટમમાં AIના સમાવેશને લઈને એક અહેવાલ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં નિશાળો અને કોલેજો માટે અલગ-અલગ માર્ગદર્શિકા તૈયાર થઈ છે. AI માટે અલગ-અલગ અભ્યાસક્રમો તૈયાર થયા છે. બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે AI અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે જે ટૂંક સમયમાં લાગુ થશે. AIની સાથે મશીન લર્નિંગ અને પ્રોગ્રામિંગના વિષયો પણ શાળાના બાળકો શીખશે.

AI માં શાળાના વિદ્યાર્થીઓ શું અભ્યાસ કરશે?

ધોરણ 6 થી 8 ના શાળાના વિદ્યાર્થીઓ AI શું છે, AI TOOLનો ઉપયોગ તેમજ AI અને તેના એથિક્સનો અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ AI અને AI ટૂલ્સના મૂળભૂત ખ્યાલો અને કલા અને સંગીત વગેરેમાં મશીન લર્નિંગનો અભ્યાસ કરશે. ધોરણ 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ એઆઈ લાઈબ્રેરી ટૂલ્સ અને ફ્રેમવર્ક વર્ક, એઆઈ બેઝિક એપ્લિકેશન્સ, ડેટા સિક્યુરિટી અને પ્રાઈવસી જેવા વિષયો શીખવવામાં આવશે.

એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ

શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત એન્જિનિયરિંગ અને ITIના વિદ્યાર્થીઓ સુધી આ અભ્યાસ કરાવવામાં આવશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અલ્ગોરિધમ્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ડેટા એનાલિટિક્સ જેવા વિષયોનો અભ્યાસ કરશે. જ્યારે ITI વિદ્યાર્થીઓ એઆઈમાં બેઝિક્સ અને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગના બેઝિક્સનો અભ્યાસ કરી શકશે.

શા માટે તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2024 સુધીમાં દેશમાં 10 લાખથી વધુ AI અને ડેટા સાયન્સ પ્રોફેશનલ્સની માંગ રહેવાની છે. તેને જોતાં સરકારે તેને શિક્ષા પ્રણાલીમાં સામેલ કરવાની યોજના તૈયાર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Vivek Radadiya

વેક્સીન સર્ટિફિકેટ પર આ રાજ્યમાં હવે PM મોદીના સ્થાને ત્યાંના CMની તસવીર લાગશે..

Abhayam

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર

Vivek Radadiya