Abhayam News
Abhayam

47 વર્ષના અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટઍટેક 

47 year old actor Shreyas Talpade suffered a heart attack

47 વર્ષના ફેમસ અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે સાંજે મુંબઈમાં આવ્યો હાર્ટઍટેક. તેમને સારવાર માટે અંધેરી વેસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર ત્યાં તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પણ કરવામાં આવી છે. 

47 year old actor Shreyas Talpade suffered a heart attack

શૂટિંગ કરીને ઘરે આવ્યા પછી તબિયત થઈ ખરાબ 
શ્રેયસ તલપડે એકદમ સ્વસ્થ હતા અને મલ્ટી-સ્ટારર ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ ફિલ્મ માટે આખો દિવસ શૂટિંગ પણ કર્યું હતું. જાણકારી અનુસાર તેમણે ફિલ્મ માટે એક્શન સીન પણ શૂટ કર્યા. શૂટિંગ બાદ ઘરે પરત આવ્યા પછી પત્નીને કહ્યું કે ઠીક નથી લાગી રહ્યું. બાદમાં તેમની તેમને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા પણ તેઓ રસ્તામાં જ બેભાન થિયા ગયા. જોકે આ સમાચાર આવ્યા બાદ અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા હેલ્થ અપડેટ આપવામાં આવી નથી. હેલ્થ બુલેટિન આવ્યા બાદ જ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ જાણકારી મેળવી શકાશે. 

47 વર્ષના અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટઍટેક 

47 year old actor Shreyas Talpade suffered a heart attack

તેમની અદભૂત એક્ટિંગ માટે ફેમસ છે શ્રેયસ 
નોંધનીય છે કે શ્રેયસ તલપડે હિન્દી અને મરાઠી સિનેમાના ફેમસ અભિનેતા છે, તેઓ શાનદાર થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમની એક્ટિંગના ઈન્ડસ્ટ્રીમાં ઘણા વખાણ થાય છે. તેમના ફેન્સ તેમને ગોલમાલ 3ના લક્ષ્મણના રોલ માટે વધુ જાણે છે. એ સિવાય તેમણે ઓમ શાંતિ ઓમ, પેઈંગ ગેસ્ટ બોમ્બે તો બેંકોક જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. 

47 year old actor Shreyas Talpade suffered a heart attack

કાલે જ અક્ષય કુમાર સાથે વીડિયો થયો હતો વાયરલ 
જલ્દી જ અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ ફિલ્મમાં પણ શ્રેયસ તલપડે જોવા મળશે, આ ફિલ્મના શૂટિંગમાં જ અત્યારે તેઓ વ્યસ્ત હતા. ગઇકાલે જ અક્ષય કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં શ્રેયસ તલપડે પણ તેમની સાથે શૂટિંગ કરતાં દેખાઈ રહ્યા છે. સ્ટંટ કરતાં સમયે શ્રેયસ અક્ષયની પાછળ જ ઊભા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ધોરણ 9 થી 12 ની વિવિધ પરીક્ષાની તારીખો બદલાઈ…

Abhayam

I.N.D.I.A ગઠબંધન પર મમતાના સાંસદની વેધક ટિપ્પણી

Vivek Radadiya

તમે પણ બની શકો છો ડીપફેકનો શિકાર

Vivek Radadiya