હવેથી અયોધ્યાના 84 કોસ પરિક્રમા વિસ્તારમાં દારૂ નહીં મળે ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રી નિતિન અગ્રવાલે જણાવ્યું કે, રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે. નિતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદીરા મુક્ત કરવામા આવ્યો છે. તેમણે કહ્યું કે, 84 કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
હવેથી અયોધ્યાના 84 કોસ પરિક્રમા વિસ્તારમાં દારૂ નહીં મળે
શ્રી રામ એરપોર્ટનો ઉદ્ધાટન કરાશે
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પતિષ્ઠાની તૈયારીઓ જોર સોરથી ચાલી રહી છે. જેના કારણે અયોધ્યામાં પ્રદેશ મંત્રીઓની સાથે આલા અધિકારીઓનો પણ જમાવડો લાગેલો રહે છે. પ્રાણ પતિષ્ઠા પહેલા 30 ડિસેમ્બરના રોજ PM મોદી શ્રી રામ એરપોર્ટનો ઉદ્ધાટન કરવા માટે આવશે. પ્રાણ પતિષ્ઠાને ઐતિહાસિક બનાવવા માટે ડબલ એન્જિનની સરકારે પૂરી તાકાત લગાવી દીધી છે. જેથી દુનિયા પણ કળયુગમાં દ્વાપર યુગના દર્શન કરી શકે.
યોગી આદિત્યનાથે સંકેત આપ્યા હતા
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા સંકેત આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ચૂકી એ એક ધાર્મિક નગરી છે. જેના માટે જનભાવનાઓનો સન્માન કરવો જોઈએ. અહી માસ અને દારૂના સેવન પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમણે એમ કહ્યુ હતું કે, ધર્મ નગરી અયોધ્યા શહેરી વિકાસનો મોડલ હોવી જોઈએ. તેમણે વિવિધ વિકાસ કાર્યોની પણ વાત કરી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે