Abhayam News
News

કોરોના પોઝીટીવ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર સરકારને ઝાટકી, કરી મહત્વની ટિપ્પણી

કોરોના પોઝીટીવ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં દલીલ કરાઈ છે કે, આ પ્રકારની જોગવાઈથી કોવિડ-19ના દર્દીઓના પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેમના માન-સન્માન અને ગરિમાની સાથે જીવન જીવવાના અધિકાર એટલે કે કલમ-21નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અપીલકર્તાએ વિનંતી કરી છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોના આ નિર્ણયને રદ કરવામાં આવે, જે અંતર્ગત કોવિડ-19 દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવવાની જોગવાઈ છે

કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા સામે થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, આવા દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવાથી ખોટી માન્યતા ઊભી થઈ રહી છે આવા લોકોના ઘરની બહાર જ્યારે પોસ્ટર લગાવાય છે તો બીજા લોકો તેમની સાથે અછૂત જેવો વ્યવહાર કરે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની વડપણ હેઠળની બેંચે મામલાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી.

મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી પોતના જવાબમાં કહેવાયું છે કે, તેમની તરફથી આ અંગે આવો કોઈ આદેશ અપાયો નથી. જોકે, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, જ્યાં પોસ્ટર લગાવાય છે, ત્યાં બદનામ કરવા કે એવો કોઈ ઈરાદે નહીં કરાતું હોય, પરંતુ તકેદારીના ભાગરૂપે પોસ્ટર લગાવાતા હશે, એવું શક્ય છે. જો આવા દર્દીના પરિવાર પર કોઈપણ પ્રકારનું લાંછન લગાવવાની વાત છે તો કેન્દ્ર આવા દર્દીઓના ઘરોની બહાર પોસ્ટર લગાવવાના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટે અપીલ કરનારને કહ્યું કે, તે કેન્દ્ર સરકારના જવાબ પર પોતાનો પક્ષ રજૂ કરે. સુનાવણી હવે ગુરુવારે થશે.

Related posts

વેપાર ધંધા ખુલ્લા રાખવાનો સમય વધ્યો પણ રાત્રી કર્ફ્યૂમાં કોઈ ફેરફાર નહીં..

Abhayam

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો,જાણો ક્યારથી નવી કિંમતો લાગુ થશે..

Abhayam

ગુજરાત સરકાર નો મહત્વ નો નિર્ણય : 4 વ્હીલર લેનારને જાણો કેટલી સબસિડી આપશે સરકાર..

Abhayam

Leave a Comment