Abhayam News
AbhayamGujaratNewsTechnology

Fraud Alert: ફોન હેકિંગના સંકેત ના ઉઠાવ્યો કૉલ છતાંય લાગ્યો લાખોને ચૂનો

Fraud Alert: આજકાલ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. એવામાં હાલ દિલ્હીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા વકિલને લાખો રૂપિયાનો ચુનો લાગી ગયો છે. જે ફોન હેકિંગના સંકેત છે

  • મહિલા વકિલને લાગ્યો લાખોનો ચુનો 
  • ફોન કે ઓટીપી વગર ઉપડી ગયા પૈસા
  • જાણો કઈ રીતે થયો ફ્રોડ

સાયબર ક્રિમિનલ્સ લોકોની સાથે કરવાની અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. સાઈબર ફ્રોડનો લેટેસ્ટ મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા વકિલ ફ્રોડનો શિકાર બન્યા છે જે ફોન હેકિંગના સંકેત છે 

ત્રણ મિસ કોલ અને ખાતામાંથી ઉપડી ગયા પૈસા 
હકીકતે આ મામલો ફોન હેકિંગ કે મિસ સ્વેપિંગનો જણાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં ફક્ત ત્રણ મિસ કોલનો ઉપયોગ કરીને મહિલા એડવોકેટના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડાવી લીધા. 

મહિલા વકિલને લાગ્યો લાખોનો ચુનો 

કોલ કે OTP વગર ઉપડી ગયા રૂપિયા
સાઈબર ફ્રોડના આ લેટેસ્ટ કેસમાં એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. વકીલના ફોન પર આવેલા અજાણ્યા નંબરથી સતત ત્રણ વખત મિસ કોલ આવ્યો પરંતુ તેમણે કોલ ન ઉપાડ્યો. તેમ છતાં બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા

દાખલ કરાઈ કમ્પ્લેન્ટ 
સાઈબર સેલમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વકીલ જ્યારે હાઈકોર્ટમાં હતી તો તેમના બેંક એકાઉન્ટથી અમુક લાખ રૂપિયા કપાઈ ગયા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

ફોન હેકિંગના સંકેત 

શું છે સમગ્ર મામલો? 
35 વર્ષની વકીલને તેમના ફોન પર અજાણ્યા નંબરથી ત્રણ મિસ કોલ આવ્યા. તેના બાદ મહિલા એડવોકેટે તે નંબર પર બીજા નંબરથી કોલ કર્યો. તેણે પોતાને કુરિયર બોય ગણાવ્યો. 

ફક્ત ઘરનું એડ્રેસ જણાવ્યું 
પોતાને કુરિયર બોય જણાવનારે કહ્યું તમારૂ એક પાર્સલ આવ્યું છે. તેના બાદ મહિલા એડવોકેટે ફક્ત ઘરનું એડ્રેસ આપ્યું હતું. કોલ કટ કરતા જ તેમની પાસે ડેબિટનો મેસેજ આવ્યો. 

ફોન હેકિંગના સંકેત 
શરૂઆતી તપાસમાં ખુલાસો થયો છે કે મહિલાના બ્રાઉઝરમાં અમુક Unusual હિસ્ટ્રી પણ મળી હતી. જેને તેમણે ક્યારેય એક્સેસ જ નથી કર્યું. આ ફોન હેકિંગના સંકેત છે. 

UPI રજિસ્ટ્રેશનનો પણ મેસેજ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને ફિશિંગ લિંકના અમુક મેસેજ પણ રિસીવ થયા. તેના ઉપરાંત UPI રજિસ્ટ્રેશનના શંકાસ્પદ મેસેજ પણ મળ્યા છે. મહિલા એડવોકેટે જણાવ્યું કે તેણે આ વેબસાઈટની સાથે કોઈ UPI પેમેન્ટ નથી કર્યું. આ સિમ સ્વેપિંગનો મામલો છે. 

શું છે સિમ સ્વેપિંગ?

શું છે સિમ સ્વેપિંગ? 
સિમ સ્વેપિંગ, સાઈબર ક્રાઈમ છે. તેમાં મોબાઈલ નંબરના સિમ કાર્ડને બદલીને હેકર્સ તેમના નામથી ગેર-કાયદેસર રીતે સિમનું એક્સેસ લઈ લે છે. સિમ સ્વેપિંગનો હેતુ બેંક ખાતામાં ઘુસવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શું લોકસભા ચૂંટણીના કારણે IPLની આગામી સિઝન ભારતમાં નહીં યોજાય? IPL ચૂંટણી નિર્ણય ચેરમેને આપી સૌથી મોટી અપડેટ

Vivek Radadiya

રેમડેસિવિરના કાળાબજાર: સુરતમાં ઈન્જેક્શન બ્લેકમાં વેચતા ડોક્ટર સહિત ચાર ઝડપાયા, એક ડોક્ટર વોન્ટેડ

Abhayam

1 રૂપિયાની કિંમતનો શેર 550 રૂપિયાને પાર

Vivek Radadiya

2 comments

Comments are closed.