Abhayam News
AbhayamGujaratNewsPolitics

મહાદેવ App EDના દાવાથી રાજકારણમાં હડકંપ

મહાદેવ App

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મહાદેવ App મતદાન પહેલા ઈડીએ મોટો દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સટ્ટાબાજી કરાવનારી મહાદેવ એપના પ્રમોટરો પાસેથી 508 કરોડ રૂપિયા લીધા છે. ઈડી અનુસાર ગુરૂવારે ચૂંટણી માટે કેસ ડિલેવરી કરવાવાળી અસીમ દાસના મોબાઈલ અને ઈમેલથી મળેલા ઈલેક્ટ્રોનિક દસ્તાવેજથી ભૂપેશ બઘેલએ 508 કરોડ રૂપિયા લીધાના પ્રારંભિક સબૂત મળ્યા છે, જેને લઈ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. 

મહાદેવ App

અસીમની મહાદેવ App કારમાંથી પૈસા મળ્યા

EDએ અસીમની કાર અને ઘરમાંથી 5.39 કરોડ રૂપિયા ઝપ્ત કર્યા છે અને મહાદેવ એપના બેનામી બેંક ખાતાઓમાં જમા કરાયેલા 15.59 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ પહોંચી રહી હોવાની બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના આધારે 5.39 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને અસીમ દાસની ધરપકડ કરવામાં આવી હતી

અસીમની કબૂલાત
પૂછપરછ દરમિયાન અસીમ દાસે કબૂલ્યું હતું કે, આ રોકડ મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા રાજકારણીઓને મોકલવામાં આવી રહી છે. જેનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં કરવાનો હતો. અસીમ દાસના મોબાઈલ ફોનની તપાસમાં શુભમ સોની દ્વારા અન્ય દસ્તાવેજો સાથે મોકલવામાં આવેલ ઈ-મેલ પણ મળ્યો હતા. નોંધનીય છે કે શુભમ સોની મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી છે. દાસના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા સોની ઈમેલ અને અન્ય દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ તરફથી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓને પૈસા આપવામાં આવી રહ્યા હતા

મહાદેવ App

EDનો દાવો

જેના આધાર પર EDએ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા મળ્યા હોવાનો દાવો કર્યો છે. EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અસીમ દાસની સાથે EDએ છત્તીસગઢ પોલીસ કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ ધરપકડ કરી છે. ED અનુસાર ભીમ યાદવ વિભાગને જાણ કર્યા વિના છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વખત દુબઈ ગયો હતો

ભૂપેશ બઘેલે આરોપોને ફગાવ્યા
ભૂપેશ બઘેલછત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મહાદેવ એપથી 508 કરોડ રૂપિયા મેળવવાના EDના દાવાને ફગાવી દીધો છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ED-IT અને CBI જેવી એજન્સીઓની મદદથી છત્તીસગઢની ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી પહેલા જ EDએ તેમની છબી ખરાબ કરવાનો દૂષિત પ્રયાસ કર્યો છે. ઇડી દ્વારા લોકપ્રિય કોંગ્રેસ સરકારને બદનામ કરવાનો આ એક રાજકીય પ્રયાસ છે. તેમણે કહ્યું કે મહાદેવ એપની કથિત તપાસના નામે EDએ પહેલા તેમના નજીકના લોકોને બદનામ કરવા માટે દરોડા પાડ્યા અને હવે એક અજાણ્યા વ્યક્તિના નિવેદનના આધારે EDએ તેમના પર 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. EDએ ચતુરાઈપૂર્વક ઉક્ત વ્યક્તિના નિવેદન બાદ ટૂંકા વાક્યમાં લખ્યું છે કે નિવેદન તપાસનો વિષય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ 

Vivek Radadiya

દાઉદ ઇબ્રાહિમ હાલમાં કેવો દેખાય છે ? AIએ બનાવી તસવીરો

Vivek Radadiya

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને લઈ આજે રાજ્યના અનેક શહેરોમાં રન ફોર યુનિટીનું આયોજન

Vivek Radadiya