Abhayam News
AbhayamGujarat

વરિષ્ઠ નાગરિકો માટે ચાર શ્રેષ્ઠ યોજનાઓ, 8.2 ટકા સુધીનું વ્યાજ અને ટેક્સમાં છૂટ

વરિષ્ઠ નાગરિકો માટે ચાર શ્રેષ્ઠ યોજનાઓ સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક લાભ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. કેટલીક યોજનાઓ નાની બચત યોજના હેઠળ આવે છે. આ યોજનાઓ નિવૃત્તિ પછી લોકોને નિયમિત આવક પૂરી પાડે છે.

વરિષ્ઠ નાગરિકો માટે ચાર શ્રેષ્ઠ યોજનાઓ

રિષ્ઠ નાગરિકો માટેની ચાર બચત યોજનાઓ વિશે અહીં માહિતી આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે કઈ યોજના હેઠળ કેટલા અને કયા લાભો મળી શકે છે.

સૌથી પહેલું નામ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું છે, જે નાની બચત યોજના હેઠળ આવે છે. આ સ્કીમ હેઠળ તમે વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ મળે છે. આ અંતર્ગત વ્યાજ દર 8.2 ટકા છે અને પાકતી મુદત પાંચ વર્ષ છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.4 ટકા વ્યાજ આપે છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં કોઈ ટેક્સ છૂટ નથી, પરંતુ તમે તેના હેઠળ લોન લઈ શકો છો. આ યોજના માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પેન્શન આપે છે.

તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ રૂ. 9 લાખનું રોકાણ કરી શકો છો. વ્યાજ 7.4 ટકા છે અને પાકતી મુદત 5 વર્ષની છે. તે રોકાણના પાંચ વર્ષ પછી નિયમિત આવકનો લાભ આપે છે.

60 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ નાગરિક સિનિયર સિટીઝન એડફી સ્કીમમાં રોકાણ કરી શકે છે. તમામ બેંકો વરિષ્ઠ નાગરિકોને અલગ-અલગ કાર્યકાળ પર અલગ-અલગ વ્યાજ દરો આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ

Vivek Radadiya

ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા

Vivek Radadiya

શું પેટ્રોલના ભાવ ઘટશે? રશિયા બન્યુ ભારતનું ટોપનું ઓઈલ સપ્લાયર

Vivek Radadiya