Abhayam News
AbhayamBusinessTechnology

તમારો 86 ટકા ડેટા થર્ડ પાર્ટીને સોંપી દે છે FB

તમારો 86 ટકા ડેટા થર્ડ પાર્ટીને સોંપી દે છે FB ધ મની મોંગર્સના અહેવાલ મુજબ, મેટાની થ્રેડ્સ એપ્લિકેશન, જેને કંપનીએ ટ્વિટરના ઓપ્શન તરીકે વર્ણવ્યું છે, તે ટ્વીટર કરતા 72% વધુ વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે

તમારો 86 ટકા ડેટા થર્ડ પાર્ટીને સોંપી દે છે FB

મેટાની સોશ્યલ મીડિયા એપ્સ પ્લેટફોર્મ પરથી લોકોના અંગત ડેટાને થર્ડ પાર્ટી સાથે શેર કરી રહી છે. ધ મની મોંગર્સના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. અભ્યાસ અનુસાર, મેટાના થ્રેડ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જરમાંથી 86% પર્સનલ ડેટા પ્લેટફોર્મ દ્વારા થર્ડ પાર્ટી સાથે શેર કરવામાં આવે છે અને પછી લોકોને તેના આધારે નિશાન બનાવવામાં આવે છે. આ અભ્યાસ મની મોંગર્સ દ્વારા એપલ એપ સ્ટૉરમાંથી સૌથી વધુ ડાઉનલૉડ કરાયેલી 100 એપ્સ પર કરવામાં આવ્યો હતો.

ધ મની મોંગર્સના અહેવાલ મુજબ, મેટાની થ્રેડ્સ એપ્લિકેશન, જેને કંપનીએ ટ્વિટરના ઓપ્શન તરીકે વર્ણવ્યું છે, તે ટ્વીટર કરતા 72% વધુ વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે. અભ્યાસમાં એવી 5 એપ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે યૂઝરનો સૌથી વધુ ડેટા એકત્ર કરી રહી છે, જેમાં થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેસેન્જર અને લિંક્ડઇન સામેલ છે. આ તમામ એપ્સ થર્ડ પાર્ટી સાથે 82% ડેટા શેર કરી રહી છે.

મેટાએ જુલાઈમાં થ્રેડ્સ એપ લૉન્ચ કરી હતી. એક અઠવાડિયાની અંદર આ એપ 100 મિલિયનના ટ્રાફિકને પાર કરી ગઈ હતી. જોકે, બાદમાં તેનો યૂઝરબેઝ 80% સુધી પહોંચી ગયો. હવે કંપની ગ્રાહકોને પાછા લાવવા માટે પ્લેટફોર્મ પર નવા ફિચર્સ આપી રહી છે.

10 માંથી 7 એપ્સ કલેક્ટ કરી રહી છે ડેટા 
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ એપ્સમાંથી 51% એપ્સ યૂઝર્સના ડેટાને થર્ડ પાર્ટી સાથે શેર કરે છે જ્યારે 72% ડેટા કંપની પોતાના ફાયદા માટે રાખે છે. તેમજ દરેક 10માંથી 7 એપ યૂઝરનો ડેટા એકત્ર કરે છે. 64% એપ્સ પણ એવી છે કે તેઓ યૂઝર્સની અંગત માહિતી જેમ કે કૉન્ટેક્ટ નંબર વગેરે થર્ડ પાર્ટી સાથે શેર કરે છે.

2 રીતે કલેક્ટ થાય છે ડેટા 
મની મોંગર્સ રિપોર્ટ એ પણ સમજાવે છે કે આ એપ્સ કેવી રીતે ડેટા એકત્રિત કરે છે. આઇફોન ડેવલપર મુખ્યત્વે બે ફોર્મેટમાં ડેટા એકત્રિત કરે છે જેમાં થર્ડ પાર્ટીની એડ અને માર્કેટિંગનો સમાવેશ થાય છે. મોટાભાગના ડેવલપર્સ કૉન્ટેક્ટ ડિટેલ્સ એકત્રિત કરે છે. તેવી જ રીતે યૂઝર્સના સ્થાન, સામગ્રી, આરોગ્ય અને ફિટનેસ સહિતની નાણાકીય માહિતી પણ એકત્રિત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શેરબજારમાં ઓચિંતાનો કડાકો

Vivek Radadiya

આધાર કાર્ડમાં બેંન્ક લિંંક છે કે કેમ કેવી રીતે કરશો ચેક ?

Vivek Radadiya

બિલકિસ બાનુ કેસમાં ગુજરાત સરકારને ‘સુપ્રીમ’ ઝટકો

Vivek Radadiya

2 comments

Comments are closed.