પરીક્ષા નહીં લેવાના વાલીઓના એક વર્ગથી વિરોધાભાસી મત
કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાને લેખિતમાં રજુઆત કરી છે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી રજૂઆત થઈ હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-ગુજરાતના પ્રમુખ ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમારી કોર કમિટી અને કારોબોરી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા મુજબ પરીક્ષા લેવાવી જ જોઈએ. કારણ કે આ પરીક્ષા ન લેવાય તો તમામ વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધો. 11માં આવશે અને તમામ માટે કોમર્સ કે સાયન્સના વર્ગની વ્યવસ્થા થઇ શકે નહીં. રિપિટર વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીનંુ ધોરણ 12નું આવતા વર્ષનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ધો.10ની પરીક્ષા કેટલાક વિકલ્પો સાથે લેવાનું અમે સૂચવીએ છીએ.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
નોંધનીયિ છે કે, આ પહેલા સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
ખાનગી સ્કૂલોએ સરકારને આ સૂચનો કર્યાં
- શાળાકીય ટેસ્ટ કે પરીક્ષાને આધારે એમસીક્યુ ટેસ્ટ લઈ શકાય.
- બોર્ડની દેખરેખમાં દરેક સ્કૂલમાં જેઈઈ-નીટની જેમ પરીક્ષા લઈ શકાય.
- ઓનલાઈન માધ્યમથી બોર્ડના નિરીક્ષણ હેઠળ પરીક્ષા લેવા માટે કોઈ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું પણ વિચારી શકાય.
- કોવિડની પરિસ્થિતિ થોડીક હળવી થાય પછી જે તે વિસ્તારની સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુખ્ય વિષયની પરીક્ષા લઈ શકાય.