Abhayam News
AbhayamGujarat

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત

Ironclad arrangements for the final match of the World Cup 2023

અમદાવાદના આટલાં રસ્તા બંધ 

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

Ironclad arrangements for the final match of the World Cup 2023

મેટ્રોમાં પણ મહત્વનો ફેરફાર

આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે. 

Ironclad arrangements for the final match of the World Cup 2023

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત

World Cup 2023: અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઇ ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. લાખો પ્રેક્ષકોની સુરક્ષાને લઇ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે અમદાવાદમાં લોખંડી બંદોબસ્તની વાત કરવામાં આવે તો સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓની તૈનાત કરવામાં આવી છે. જ્યારે શહેરના રસ્તાઓ પર 5 હજાર પોલીસકર્મીઓની તૈનાતી જોવા મળી રહી છે.

Ironclad arrangements for the final match of the World Cup 2023

સ્ટેડિયમમાં કુલ 2800 પોલીસકર્મીઓ તૈનાત 

મેચની ઉજવણીને લઇ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI સહિત 13 DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. સ્ટેડિયમમાં કુલ 2800 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો બીજી તરફ શહેરની વાત કરવામાં આવે તો 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક પોલીસમાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Vivek Radadiya

ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી

Vivek Radadiya

ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya