હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. ત્યારે આ બાબતે ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ પર આંકરા આક્ષેપો કાર્ય છે. ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ કે પછી આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ ક્યારેય કહ્યું જ નથી કે, કોંગ્રેસમાં કોઈ આ લેવલનું જોડાવાનું છે. આ વાત કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી અને પછી તે વાત વાયરલ થઇ અને હવે તેનો રદિયો આપવામાં આવ્યો તેમાં અમારે કઈ કહેવાનું નથી અમારા લેવલથી આ ચર્ચા જ થઇ નથી.
હાર્દિકે પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે તેવું કહી દેવું ઘણું સહેલું છે. પણ ગુજરાતમાં છેલ્લા 15થી 20 વર્ષનો ઈતિહાસ જોઈએ તો કોંગ્રસ ઓફિશિયલી B ટીમ છે. છેલ્લે પાટણ, છોટે ઉદેપુર અને રાજકોટ સાઈડ અનેક જગ્યા પર કોંગ્રેસના ટેકાથી ભાજપના નેતા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા તો ક્યાંક ભાજપના ટેકાથી કોંગ્રેસના નેતા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે.
આ ઓફિશિયલી ગઠબંધન કરેલું છે. અમે ક્યાય આવ્યા નથી અમારી તાલુકા જિલ્લા પંચાયતમાં બોડી નથી છતાં પણ આવા આક્ષેપો કરે છે. પણ કોંગ્રેસ પોતે ઓલરેડી કેટલીક નગરપાલિકાઓમાં, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ગઢબંધન કરે છે. ઓફિશિયલી બંનેએ એકાબીજાની A અને B ટીમ બનીને કામ કરીને જનતાને ચૂસવાનું કામ કર્યું છે તેવા લોકો અમારા પર આક્ષેપ કરશે એટલે આના પર મારે હસવું કે રડવું તે મને ખબર નથી પડતી. પણ ગુજરાતની જનતાને ખબર છે કે, આ આમ આદમી પાર્ટી જનતાનો વિકલ્પ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપને જીતાડી રહી છે. આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મને લાગે છે કે આ બાબતે મારે કઈ કહેવું ન જોઈએ. હજુ તો આમ આદમી પાર્ટી વિધાનસભાની એક પણ ચૂંટણી લડી નથી તો આ 30 વર્ષથી ભાજપને કોને જીતાડ્યું તેનો જવાબ આપવો જોઈએ. 30 વર્ષથી કોંગ્રેસ ભાજપને જીતાડી રહી છે. આ વાત પર હસી કાઢવું જોઈએ આ બાળક ટાઈપની વાતો કહેવાય.
ભાજપ દ્વારા જો અમને આર્થિક મદદ કરવામાં આવતી હોય તો અમારે અમદાવાદની અંદર એક પ્રદેશનાં સારા કાર્યાલયની જરૂર છે. દરેક જિલ્લામાં કાર્યાલયની જરૂર છે અને દરેક ટીવી અને પેપેરમાં અમારી પાર્ટીની પ્રવૃત્તિની જાહેરાત કરવી છે. એટલે આવી વાત જેમણે કરી છે એ ભાઈ અમને બતાવે કે, અમારે કોને મળવાનું છે. એટલે અમે એમને મળીને તેમની પાસેથી મદદ મળીએ. આ બધી બાળક ટાઈપની વાતો છે. ભાજપ આર્થિક મદદ કરે તો આજે શા માટે ભાજપ અમારા કાર્યકર્તાઓને એરેસ્ટ કરીલે છે અને જેલમાં પૂરીદે છે. કોંગ્રેસના મિત્રોને મારે વિનંતી કરવી છે કે, કોંગ્રેસના મિત્રો સલાહકારો બદલી નાંખે આવી નબળી સલાહ આપે છે.
કોંગ્રેસની લડાઈ આમ આદમી પાર્ટી સામે હોવી ન જોઈએ. અમે ભાજપ સામે લડીએ છીએ તો તેમણે પણ ભાજપ સામે લડવું જોઈએ. અમારી ટીકા ટિપ્પણી કરવાની કોંગ્રેસને કોઈ મત આપવાનું થોડું છે. કોંગ્રેસ તેમના સલાહકાર બદલીનાંખે તે જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…