જાણો કલેન્ડરમાં મહિનાઓના નામ કેવી રીતે પડ્યા જીવનના તમામ નાના-મોટા કાર્યો માટે આપણે સૌ પ્રથમ કેલેન્ડર જોઈએ છીએ. વર્તમાન સમયમાં દરેક પળે આપણે કેલેન્ડર જોવું જરૂરી બની ગયું છે. તમારા દિવસની શરૂઆતથી લઈને મહિના અને વર્ષનું આયોજન કરવા માટે કેલેન્ડરની જરૂર પડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરનો પ્રથમ મહિનો જાન્યુઆરી તેનું નામ કેવી રીતે પડ્યું હશે? ચાલો આજે જણાએ કે વર્ષના પ્રથમ મહિનાનું નામ જાન્યુઆરી કેવી રીતે પડ્યું છે.
આ રીતે જાન્યુઆરી રાખવામાં આવ્યું !
વર્ષના પ્રથમ મહિનાનું નામ રોમન દેવ જોનસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જોનસને લેટિનમાં જેનઅરિસ કહે છે. શરૂઆતના સમયમાં શિયાળાનો પહેલો મહિનો જેનસ તરીકે ઓળખાતો હતો. પછી જેનસને જાન્યુરી અને હિન્દીમાં જાન્યુઆરી તરીકે ઓળખવા લાગ્યા છીએ
મહિનાઓનાં નામ કેવી રીતે પડ્યાં?
- વર્ષના બીજો મહિના ફેબ્રુઆરીનું નામ લેટિન શબ્દ ફેબ્રા એટલે કે શુદ્ધિના ભગવાન પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો માને છે કે ફેબ્રુઆરી મહિનાનું નામ રોમન દેવી ફેબ્રુરિયાના નામ પરથી રાખવામાં આવ્યું.
- વર્ષના ત્રીજો મહિનો માર્ચનું નામ રોમન દેવતા માર્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રોમનમાં વર્ષ પણ માર્ચ મહિનાથી શરૂ થાય છે
- એપ્રિલ મહિનાનું નામ લેટિન શબ્દ Aperire પરથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ કળીઓનું ફૂલ થાય છે.
- વર્ષના ચોથા મહિનાના નામ મે વિશે એવું કહેવાય છે કે મે મહિનાનું નામ રોમન દેવતા મર્ક્યુરીની માતા મૈયા પરથી રાખવામાં આવ્યું હતું
- જૂન મહિનાનુ નામ રોમના મહાન દેવ ઝિયસની પત્નીનું નામ જુનો હતું અને રોમમાં એવી વાર્તા પ્રચલિત છે કે જૂન શબ્દ જૂનો પરથી જ લેવામાં આવ્યો હત.
- જુલાઈ મહિનાનું નામ રોમન સામ્રાજ્યના શાસક જુલિયસ સીઝરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જુલિયસનો જન્મ અને મૃત્યુ આ મહિનામાં થયો હતો.
- ઓગસ્ટ મહિનાનું નામ સંત ઓગસ્ટસ સીઝર પરથી પડ્યું.
- સપ્ટેમ્બરનું નામ લેટિન શબ્દ સેપ્ટેમ પરથી પડ્યું છે.
- ઓક્ટોબરનો નામ લેટિન શબ્દ ઓક્ટો પરથી નામ આપવામાં આવ્યું છે
- નવેમ્બરનું નામ લેટિન શબ્દ નવુમ પરથી લેવામાં આવ્યું છે.
- વર્ષનો છેલ્લો મહિનો, ડિસેમ્બર લેટિન શબ્દ ડેસેમ પરથી નામ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે