Abhayam News
AbhayamGujarat

ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડાઈ

2 factories manufacturing suspicious ghee caught in Disa

ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડાઈ ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરી રૂ. ૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વપરાતું વનસ્પતી ઘી આશરે ૩૨૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2 factories manufacturing suspicious ghee caught in Disa

આ બાબતે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં  કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. ૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટનો વનસ્પતી ઘી આશરે ૩૨૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે.ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડાઈ

2 factories manufacturing suspicious ghee caught in Disa

પદમનાથ ફુડ પ્રોડકટસમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો 450 કિ.ગ્રા જપ્ત કર્યો
આ બાબતે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનરે જણાવ્યું હતું કે, પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે. તેવી બાતમી મળેલ હતી. જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં મે. પદમનાથ ફુડ પ્રોડકટસ, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે, ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘી નો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે .

2 factories manufacturing suspicious ghee caught in Disa

ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ ઘી ના નમૂનાં લેવામાં આવ્યા
આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢી ના માલિક  ઠક્કર દિનેશભાઈ ની હાજરી માં શંકાસ્પદ ઘી ના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘી નો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી ના બે નમુના લેવામાં આવ્યા જયારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦  કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

2 factories manufacturing suspicious ghee caught in Disa

બે રેડમાં 8 નમુના લેવાયા જ્યારે 3200 કિ.ગ્રા ઘી નો જથ્થો જપ્ત કર્યો
તેમણે કહ્યું કે, આ બે રેડમાં ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા છે જેમા અંદાજીત રૂ. ૯.૫૦ લાખની કિંમતનો બાકીનો કુલ આશરે ૩૨૦૦ કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે.  આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત: સૌથી નાની ઉંમરનો માત્ર 16 વર્ષનો કિશોર ડોક્ટર બન્યો…

Abhayam

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ચુંટણી માં થયો હોબાળો…

Abhayam

કેવા સાયબર ફ્રોડ બાદ રિફંડ મળતું નથી

Vivek Radadiya