Abhayam News
Abhayam

ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ

Second term of Bhupendra Patel's government

ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ આપણી પરિવાર વ્યવસ્થામાં એવું બનતું હોય છે કે દિકરાઓને તેના પિતા કરતા દાદા વધારે વ્હાલા હોય અને વધારે પોતીકા લાગે. આપણા ગુજરાતની જનતાને પણ દાદા પોતીકા લાગે છે. અહીં દાદા એટલું બીજુ કોઈ નહીં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે.

Second term of Bhupendra Patel's government

2022માં રાજ્યની જનતાએ ભાજપ સરકારને ખોબલે-ખોબલે મત આપ્યા અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા. 2022માં ભૂપેન્દ્ર સરકારે અગાઉની કોંગ્રેસની સરકારના 149 બેઠકોના રેકોર્ડને પણ તોડી નાંખ્યો અને 156 બેઠકો સાથે કલ્પનાતીત જીત મેળવી. આટલી જંગી જીત છતા પણ સરકાર તરફથી અપેક્ષીત સક્રિયતા યથાવત છે અને જોતજોતામાં વર્તમાન સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ થઈ ચુક્યું છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ

સાવ એવું પણ નથી કે સરકારના બીજા કાર્યકાળમાં પડકારો નથી આવ્યા પરંતુ દરેક પડકારને સામાજિક, રાજકીય કે કૂટનૈતિક પ્રયાસથી સરકારે અવસરમાં બદલ્યા છે. સાવ નાનકડું ઉદાહરણ આપીએ તો ગુજરાતે વાવાઝોડાનો કહેર કે તેનાથી થતું નુકસાન નથી જોયું એવું સહેજ પણ નથી, પરંતુ તાજેતરના બીપરજોય વાવાઝોડા પહેલા સરકારે જે અગમચેતી દાખવીને ઝીરો કેઝ્યુઅલ્ટીનો અપ્રોચ કર્યો અને તેમા જે સફળતા મળી તે જ મક્કમતાને લોકો મનોમન ચાહે છે.

Second term of Bhupendra Patel's government

સિક્કાની બીજી દુખદ બાજુ એ પણ છે કે જે પ્રજાલક્ષી મુદ્દાને જોરશોરથી ઉઠાવવા જોઈએ તે ઉઠાવવામાં દૂર-દૂર સુધી વિપક્ષ ક્યાંય નજરે પડતો નથી તેવું ચિત્ર લોકોના મનમાં ઉપસી ચુક્યું છે. સરકારના બીજા કાર્યકાળના એક વર્ષના સમયગાળામાં ગુજરાત કેટલું બદલાયું. પડકારને પ્રયાસથી પરાસ્ત કરવાનો સરકારનો મંત્ર વધુ ને વધુ દ્રઢ કેમ થતો જાય છે. સરકારના એક વર્ષના કાર્યકાળની ફળશ્રુતિ શું છે

આજની ચર્ચા કેમ?
ભૂપેન્દ્ર પટેલની સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે બીજા કાર્યકાળમાં ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં ભાજપને ક્યારેય ન મળી હોય એટલી બેઠક મળી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકર્ડબ્રેક જીત થઈ છે. બીજા કાર્યકાળમાં સરકાર સતત સક્રિય તેમજ સરકારના બીજા કાર્યકાળના એક વર્ષની ફળશ્રુતિ શું?

બીજા કાર્યકાળના મહત્વના મુદ્દા
સુશાસન
વાયબ્રન્ટ સમિટ
રાજ્યમાં G-20 બેઠકોનું સફળ આયોજન
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ
કૃષિ અને પશુપાલન
વંચિતોનો વિકાસ
મહિલા સશક્તિકરણ
આરોગ્ય
યુવા વિકાસ
જનસુરક્ષા
શહેરી અને ગ્રામીણ વિકાસ
જળસંચય
ગ્રીન ગ્રોથ
પ્રવાસન

આ ઉપલબ્ધિને વખાણવી જ રહી
ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% OBC અનામત લાગુ કર્યું તેમજ બીપરજોય વાવાઝોડા સમયે ઝીરો કેઝ્યુઅલ્ટી અપ્રોચથી મોટું નુકસાન ટળ્યું છે. અનાજ ચોરી કે ગેરરિતી અટકાવવા SITની રચના અને 
વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ તેમજ રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ. 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે બજેટની ફાળવણી કરી છે તેમજ ગુજરાતમાં રવી કૃષિ મહોત્સવની શરૂઆત તેમજ રાજ્યમાં 200થી વધુ યોજનાઓ મહિલાલક્ષી અને શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરી છે.

Second term of Bhupendra Patel's government

PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને 10 લાખ સુધીનું વીમા કવચ અને ગુજરાત સહિત દેશમાં ડ્રગ્સને દાખલ થતું અટકાવ્યું છે. ભરતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કડક કાયદો અને ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવતો કાયદો તેમજ વ્યાજખોરીને ડામવા 4000 જેટલા લોકદરબારનું આયોજન છે. 92 લાખ જેટલા નવા નળ કનેકશન અને રિન્યુએબલ પોલિસી 2023ની જાહેરાત. ધોરડોને UN તરફથી વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન

સરકાર ઉપર વિશ્વાસ કેમ?
ભૂપેન્દ્ર પટેલની સ્વચ્છ છબી
ભૂપેન્દ્ર પટેલ જાહેર જીવનમાં નિર્વિવાદીત વ્યક્તિત્વ
લોકોના મનમાં ડબલ એન્જિન સરકાર ઉપર દ્રઢ વિશ્વાસ
ઘટના બને કે તરત જ એકશન લેવાની નીતિ
સંભવિત દુર્ઘટનાની અસર ખાળવા પૂર્વતૈયારીનો અભિગમ
શહેરી કે ગ્રામીણ બંને વિસ્તારને સ્પર્શતા મુદ્દા ઉકેલવાની સૂઝ
અન્ય રાજ્ય કરતા ગુજરાત સલામત છે તેવો અનુભવ
રોજગારીના સર્જનમાં ગુજરાત દેશમાં અવ્વલ
વિપક્ષ મુદ્દાવિહીન અને દિશાવિહીન
સરકાર વિરોધી મુદ્દા ઉઠાવવામાં પણ વિપક્ષ નિષ્ફળ
નિસ્તેજ વિપક્ષ ઉપર લોકોને નથી ભરોસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભાવનગરનો ચેતન સકારિયા 2024ની IPL Auction 50 લાખમાં KKRમાં સામેલ

Vivek Radadiya

જેરામ પટેલ મુદ્દે પાટીદાર આગેવાનોમાં ડખો

Vivek Radadiya

દારૂબંધી પર સરકાર થઇ કડક જાણો શું કર્યું હાઇકોર્ટ ….

Abhayam