Abhayam News
Abhayam

ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત

A farmer of Chhatdia village of Dhari committed suicide

ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી. રૂપિયા 3 લાખ 59 હજાર બાકી લેણું ભરવાની ક્ષમતા નહી હોવાથી પોતાના ઘરમાં દોરડા વળે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ. 

A farmer of Chhatdia village of Dhari committed suicide

અમરેલીના ધારીમાં આવેલા છતડીયા ગામે એક આધેડ ખેડૂતે આપઘાત કર્યો. મૃતકનું નામ બાબુ રવોદ્રા હોવાનું સામે આવ્યું. ખેડૂતના આપઘાત અંગે જો વાત કરીએ તો, એવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે ખેડૂતે ખેતી માટે બેંકમાંથી લોન લીધી હતી. તે આર્થિક સંકડામણના કારણે તેઓ લોન ચૂકવી શકતા નહોતા અને બેંક તરફથી લોન બાબતે વારંવાર નોટિસ મળતી હતી. જેને લઈ આપઘાતનું પગલું ભર્યું. મૃતકના ખિસ્સામાંથી બેન્કની એક નોટિસ પણ મળી આવી. બીજી તરફ મૃતકના પરિજનોએ પણ આક્ષેપ કર્યા છે, કે બેંકની વારંવાર નોટિસના કારણે આપઘાત કર્યો.

ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત

A farmer of Chhatdia village of Dhari committed suicide

ખેડૂતે લોનના કારણે કર્યો આપઘાત!

એક તરફ ખેડૂતોને તેની ઉપજોમાં પુરા દામ નથી મળી રહ્યા. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાક ધિરાણ માટે લીધેલી લોન ભરી ન શક્તા ખેડૂતો મોતને વ્હાલુ કર્યુ હોવાનુ પરિજનો જણાવી રહ્યા છે.

પરિવારજનોએ 108 વડે ધારી સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ખિસ્સામાંથી  મળેલી બેંકની નોટિસ પોલીસે કબજે લીધી હતી. બેંકમાં લોન નહી ભરી શકવાથી વારંવાર મળતી નોટિસોના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસમાં આર્થિક સંકડામણના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણ આવતાં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

A farmer of Chhatdia village of Dhari committed suicide

બાલાભાઈ નાડોદ્રાએ બેંક ધીરાણ ના ભરી શકવાને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે જ્યારે ધારી ડિવિઝનના dysp હરેશ વોરાએ હાલ આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકારમાં ખેડૂતોને આર્થિક સંકડામણ અને બેંક ધીરાણની નોટીસ મળવાથી આપઘાત કરવાનો કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોરોનાના વધતા જતા કેસને લઈ મોદી સરકાર એક્શન મોડમાં આવી

Vivek Radadiya

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

Vivek Radadiya

સુરત હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાની તારીખ જાહેર

Vivek Radadiya