દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનારા છ અધિકારીઓના પરિવારોને 1-1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.
દિલ્હી સરકારે એવા પોલીસ અને સૈનિકો માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. હજી જે 6 પરિવારોને આર્થિક મદદ કરવામાં આવી છે તેમાંથી 3 એરફોર્સ, 2 દિલ્હી પોલીસ અને એક સિવિલ ડિફેન્સનો જવાન છે.
દિલ્હી સરકારે રાજધાનીના 6 પરિવારોને 1-1 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. કોરોનાકાળમાં ફરજ પર જીવ ગુમાવનારા છ સૈન્ય, પોલીસ અને સિવિલ ડિફેન્સ કર્મચારીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયા સહાય આપવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ શનિવારે જાહેરાત કરી હતી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદીયાની જાહેરાત…
કોરોનામાં શહીદ થયેલા આર્મી અને પોલીસના પરિવારને રાહત….
આર્મી અને પોલીસના પરિવારોને આપવામાં આવશે 1-1 કરોડ
આ યોજના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બન્યાં બાદ સૌપ્રથમ જાહેર કરી હતી. 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યાં ત્યારે એવા અહેવાલ વહેતા થયા કે દારૂના માફિયાઓએ એક પોલીસકર્મીની હત્યા કરી દીધી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી જાહેરાત કરાઈ હતી કે ફરજ પર જીવ ગુમાવનારા પોલીસકર્મીના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ આ યોજના આર્મી, સીઆરપીએફ દિલ્હી પોલીસ પર પર લાગુ થઈ. ત્યારબાદ ઘણાં લોકોને આ યોજના હેઠળ જીવ ગુમાવનારા જવાનોના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
25 comments
Comments are closed.