Abhayam News
AbhayamNational Heroes

હિમવર્ષામાં પણ જવાન ખડેપગે,જુસ્સો અકબંધ

મગ્ર ઉત્તર ભારત હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. ઊંચાઈમાં વધારા સાથે તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને પારો માઈનસથી પણ અનેક ડિગ્રી નીચે પહોંચી ગયો છે.

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે પર્યચકો પણ ફસાઈ ગયા છે. ત્યારે આ કડકડતી ઠંડીમાં પણ ભારતીય સેનાના જવાનો દેશના નાગરિકોની સુરક્ષામાં તહેનાત છે.

બરફથી ઢંકાયેલા પહાડ પર પેટ્રોલિંગ કરી રહેલા જવાનો બાદ હવે એક સૈનિકનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સંરક્ષણ મંત્રાલયના ઉદમપુરના જનસંપર્ક અધિકારીએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક જવાન તેની પોસ્ટ પર તહેનાત છે.

બરફની મોટી ચાદર પથરાયેલી છે. પથરાયેલી બરફમાં જવાન ઘૂંટણ સુધી ખુંચી ગયો છે છતાં હાથમાં ગન લઈને જુસ્સાથી ફરજ બજાવી રહ્યો છે. આ વીડિયો કાશ્મીર બોર્ડરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ જવાનના સાહસને સલામ કરી રહ્યા છે. હજુ સુધી આ વીડિયોને એક મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે અને સાથે જ શેર પણ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં ભાજપના કાર્યાલય એ બોલાવાયેલી મિટિંગ માં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા..

Abhayam

મિશન ૨૦૨૨ લઇ પાટીલના ગઢમાં ગાબડાં,જાણો એક અઠવાડિયા માં કેટલા કાર્યકર્તા જોડાયા આપ માં ?….

Abhayam

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જંત્રીના મુદ્દે આજે કલેકટર કોન્ફરન્સ

Vivek Radadiya