Abhayam News
AbhayamNews

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન

Historical performance of the economy

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન ભારતનો જીડીપી પ્રથમ વખત 4 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી પર થયો છે. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. જીડીપીની દ્રષ્ટિએ અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન બીજા સ્થાને અને જાપાન ત્રીજા સ્થાને છે. જર્મની ચોથા સ્થાને છે. જીડીપી વૃદ્ધિ દર એ દેશના આર્થિક પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ સૂચક છે. GDP ની ગણતરી દેશની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સી દ્વારા કરવામાં આવે છે.

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન

ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ સાથે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પણ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

મોડી રાત્રે સીમાચિહ્ન કર્યું હાંસલ

જીડીપી લાઈવ ડેટા અનુસાર ભારતે 18મી નવેમ્બરે મોડી રાત્રે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. 18 નવેમ્બર, 2023 ના રોજ, લગભગ 10:30 વાગ્યે, ભારતના જીડીપીનું કદ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચોથા ક્રમના જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો છે.

અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે

અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકાની જીડીપી 25.5 ટ્રિલિયન ડોલર છે. ચીન 18 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે બીજા સ્થાને છે. જ્યારે જાપાનનું અર્થતંત્ર 4.2 ટ્રિલિયન ડોલર અને જર્મનીનું અર્થતંત્ર 4 ટ્રિલિયન ડોલર છે.

2030 સુધીમાં ભારત માત્ર જાપાન જ નહીં પરંતુ જર્મનીથી પણ આગળ નીકળી જશે.

દરમિયાન, S&P ગ્લોબલ માર્કેટ્સ સિવાય, અન્ય કેટલીક વૈશ્વિક સંસ્થાઓએ પણ સમાન દાવા કર્યા છે. ભારતની 2030 સુધીમાં વધીને $7.3 ટ્રિલિયન થઈ જશે. 2030 સુધીમાં ભારત માત્ર જાપાન જ નહીં પરંતુ જર્મનીથી પણ આગળ નીકળી જશે. ભારતની વર્તમાન જીડીપી 2022માં $4 ટ્રિલિયન છે, જે 2030 સુધીમાં વધીને $7.3 ટ્રિલિયન થઈ જશે. રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીનું કારણ સ્થાનિક માંગમાં વધારો થયો છે.

શું છે જીડીપી ?

જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તે આપેલ સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદિત તમામ અંતિમ માલ અને સેવાઓનું કુલ આર્થિક મૂલ્ય છે. સામાન્ય રીતે દેશના જીડીપીની ગણતરી કરવા માટે એક વર્ષનો સમયગાળો વપરાય છે. જીડીપી એ દેશના આર્થિક સ્વાસ્થ્યનું વ્યાપક સ્કોરકાર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત:-SMC દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપશે..

Abhayam

500ને બદલે DAP ખાતર પર આટલા રૂપિયા મળશે સબસિડી:-ખેડૂતો માટે ખુશીના સમાચાર.

Abhayam

કોરોના ફરી ટોપ ગિયરમાં

Vivek Radadiya