સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોની દિવાળી સુધરી છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સાથે યોજાયેલ બેઠક યોજાઈ હતી જે બેઠકનો સુખદ અંત આવતા સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળ સમેટાઈ હતી.
- સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ
- પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક સફળ
- સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત
સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોની દિવાળી સુધરી છેલ્લા ઘણા દિવસથી સસ્તા અનાજની દુકાનનાં સંચાલકો તેઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સસ્તા અનાજનાં દુકાનદારો વચ્ચે યોજાયેલ બેઠક બાદ સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળ સમેટાઈ હતી.
પુરવઠા મંત્રીએ દુકાન ધારકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળને લઈ સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ તરફ રેશનિંગ દુકાનધારકોની હડતાળ મામલે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામા આવી છે કે, નવેમ્બર માસમાં દિવાળી તહેવારના કારણે દુકાનદારધારકોને હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે, રેશનિંગ દુકાનો હડતાળને પગલે ગત રોજ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બાદમાં પત્રકારોને સંબોધતા કુંવરજી બાવળિયાએ રેશનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.
શું કહ્યું હતું કુંવરજી બાવળિયાએ ?
પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા મળેલ બેઠક બાદ કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજાપરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સાથે કહ્યું કે, સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે, વ્યાજબી માંગણી હોય તો ચર્ચા કરવા તૈયારી છીએ. બાવળિયાએ કહ્યું કે, આંતરિક વિવાદ ના કારણે વિવાદ થઈ રહ્યો છે. રેશનિંગ એસો. દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો છે, વિતરણ ની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી ને બેઠક પણ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટ રીતે દબાવવાના પ્રયાસ થશે તો હથીયાર ઉગામીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે