Abhayam News
AbhayamGujaratSports

શું વિરાટ કોહલીની સદી પૂરી થાય તે માટે અમ્પાયરે જાણી જોઈને લીધો આ નિર્ણય? જાણો શું છે ICCનો નિયમ

ભારત બાંગ્લાદેશ મેચની છેલ્લી ઓવરોમાં એમ્પાયર રિચર્ડ કેટલબરોનો એક નિર્ણય ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને વિરાટની સેન્ચુરીનું રિયલ કારણ જણાવી રહ્યા છે.

  • એમ્પાયરે જાણીને ન આપ્યો વાઈડ?
  • કોહલીની સેન્ચુરી થાય તેના માટે લીધો નિર્ણય? 
  • જાણો શું છે વાઈડ બોલના નિયમ? 

બાંગ્લાદેશના સામે શુક્રવારે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતથી વધારે ચર્ચા કોહલીની સેન્ચુરીની થઈ રહી છે. હકીકતે આ મેચમાં વિરાટ કોહલીની સેન્ચુરી એવી રીતે પુરી થઈ કે તેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. વિરાટની આ સેન્ચુરીમાં કેએલ રાહુલનું યોગદાન પણ ચર્ચામાં છે. સાથે જ તેમાં સૌથી મોટો રોલ એમ્પાયર રિચર્ડ કેટલબરોનો પણ જણાવવામાં આવી રહ્યો છે. 

જીત માટે બાકી હતી ફક્ત 2 રન 
હકીકતે ટીમ ઈન્ડિયાની જીત માટે ફક્ત 2 રન જ બાકી હતા. ત્યારે વિરાટ કોહલી  સેન્ચુરીથી ફક્ત ત્રણ રન દૂર હતા. અહીં નાસુમ અહમદે બોલ લેગ સાઈડમાં ફેંકી દીધો. પરંતુ અમ્પાયરે આ બોલને વાઈડ ન આપ્યો.

સોશિયલ મીડિયા પર ત્યારથી એમ્પાયરના નિર્ણયો પર સવાલ ઉઠવા લાગ્યા છે કે વિરાટની સેન્ચુરી માટે નાસુનના બોલને વાઈડ ન આપવામાં આવ્યો. જોરે પરિસ્થિતિને જોતા અને આઈસીસીના નિયમોને જોઈએ તો એમ્પાયરના આ નિર્ણયથી વિરાટની સેન્ચુરીને કોઈ લેવા-દેવા નથી. 

શું કહે છે વાઈડ બોલના નિયમ? 
ગયા વર્ષે ICCએ જાહેર કરેલા નિયમો અનુસાર, જો બોલરના રન-અપના સમયે બેટ્સમેન જ્યાં ઉભો હોય છે ત્યાંથી બોલ પસાર થાય અને બેટ્સમેન તે જગ્યા છોડી દે તો એવામાં એમ્પાયર પર નિર્ભર કરે છે કે તે આ બોલને વાઈડ આપે કે નહીં. બાંગ્લાદેશના સામે મેચમાં જ્યારે બોલરે બોલ માટે રન-અપ લીધુ તો વિરાટ કોહલી લેગ સ્ટંપની બહાર ઉભા હતા. 

પરંતુ બોલના નજીક આવતા તે ઓફ સ્ટંપની તરફ વધી ગયા. જેનાથી બોલ લંગ સાઈડના કિપરના હાથમાં જતો રહ્યો. જો વિરાટ પોતાની જગ્યા ન છોડત તો બોલ તેમના પેડ સાથે અથડાયો હોત. એવામાં એમ્પાયરનો આ બોલને વાઈડ ન આપવો કોઈ પણ પ્રકારે ખોટો નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનુ સરેન્ડર

Vivek Radadiya

એટીએમ કાર્ડ વગર મોબાઈલથી આ રીતે પૈસા ઉપાડો

Vivek Radadiya

ઓનલાઇન રેલવે પ્લેટફોર્મ ટિકિટ જાણો પ્રોસેસ

Vivek Radadiya