Abhayam News
AbhayamNews

સી.આર.પાટીલે આપી ચીમકી જાણો શુ છે ?…

  • સી.આર.પાટીલે આપી ચીમકી.
  • મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં તેમ જ મિડિયામાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા
  • કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહીત કાર્ય છે
  • કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું

થોડાક સમય પહેલા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં તેમ જ મિડિયામાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા.

સુરત અલગ-અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા, નેતાઓ દ્વારા આ સબંધી લખાણને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યું છે. જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સરકારનો ઉધડો લેતા હોય તે પ્રકારની કોમેંટસ શરૂ થતાં ભાજપ સફાળું જાગ્યું છે.

સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરીને લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ ઈન્જેક્શનનો કાળા બજાર થયો નથી.

ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બીલ ના કારણે દેવાદાર નથી થયું. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા ધ્યાન પર આ બાબત આવી છે. અમે તેને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ.

કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહીત કાર્ય છે. જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ લખાણ લખીને ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Related posts

કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર હવે ક્યારે થશે જાહેરાત?

Abhayam

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujcat) માટેના ફોમ ભરવાની મુદ્દત લંબાવાઈ….

Abhayam

સુરત : કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો

Vivek Radadiya