Abhayam News
AbhayamGujarat

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી

Preparations for Prana Pratistha Mohotsav in Ayodhya

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન શિવ કથાકાર ગિરિબાપુ સાથે VTV ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે. શિવ કથાકાર ગિરિબાપુએ શિવ અને રામના પ્રસંગોની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સનાતન ધર્મનો હંમેશા વિજય થયો છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આપણાં અનેક પુરાણોમાં શિવ અને રામનો ઉલ્લેખ છે.

Preparations for Prana Pratistha Mohotsav in Ayodhya

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી

નોંધનિય છે કે, 22 જાન્યુઆરીએ ભારતમાં ઐતિહાસિક ક્ષણ રચાશે. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાની પુરજોશ તૈયારી વચ્ચે શિવ કથાકાર ગીરીબાપુએ અનેક પુરાણોમાં શિવ અને રામનો ઉલ્લેખ હોવાનું કહ્યું છે. આ તરફ કથા માટે અમદાવાદ આવેલા ગીરીબાપુ સાથે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ગિરિબાપુએ શિવ અને રામના પ્રસંગોની વાત કરી હતી.

આ સાથે તેમજ આ ક્ષણ દરેક લોકોની જીત પણ ગણાવી અને કહ્યું કે, આ સનાતનનો વિજય છે ક્યારેય પરાજય થયો નથી અને થશે નહીં. શિવ કથાકાર ગિરિબાપુએ કહ્યું કે, અનેક પુરાણોમાં શિવ અને રામ તમામનો ઉલ્લેખ છે. સીતા રામ સ્વયંવરમાં રામે શિવ બાણ તોડ્યું આવા અનેક પ્રસંગ છે

સાથેની વાતચીતમાં શિવ કથાકાર ગિરિબાપુએ લોકોને સંદેશ આપ્યો હતો કે, રાત્રે અને દિવસે ધ્વનિ દુષણ ન કરવું અને સાથે પર્યાવરણનું જતન પણ કરવા સંદેશ આપ્યો હતો. કોન્ક્રીટના  જંગલો બની રહ્યા છે ખેતીની જમીન જઈ રહી છે જે ન થવું જોઈએ, અમે મારા ગામ પાસે 1 લાખ બીલીવૃક્ષનું જંગલ નિર્માણ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાનો દરેકને શ્રેય જાય છે. કોઈ એક નું નામ લઈએ તો તકલીફ થાય પણ જે સહભાગી બન્યા તે દરેક તમામ લોકોનો શ્રેય મળવો જોઈએ. યશ કોને આપવો તે ઈશ્વરના હાથમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા

Vivek Radadiya

50 ટકા વસ્તીને કોરોનાની રસી મળે પછી દંડ ધટાડવા નું વિચારશે HC..

Abhayam

POK ને લઈ સરકારના એક્શન પ્લાનથી સ્તબ્ધ પાકિસ્તાન

Vivek Radadiya