તમે અનેક હુમલાના બનાવો સાંભળ્યા અને જોયા હશે. પણ શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક ભિક્ષુક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
200 રૂપિયા હપ્તો નહિ આપતા હુમલો કરાયાનું સામે આવ્યું છે. જે ઘટનામાં દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી હુમલો કરનારની ધરપકડ કરી છે.
જે ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે તીન બત્તી વિસ્તારમાં એક ભિક્ષુક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે.
જે ઘટના આધારે પોલીસે તપાસ કરતા હુમલો કરનારનું નામ સૌકત અલી અંસારી હોવાનું સામે આવ્યું હતું. જેથી દાણીલીમડા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસ ગિરફતમાં રહેલ આ શખ્સનું નામ છે સૌકત અલી અંસારી જે મિલતનગરમાં રહે છે. જેને દાણીલીમડા પોલીસે એક ભિક્ષુક પર હુમલો કરવાની ઘટનામાં ધરપકડ કરી છે.
દાણીલીમડા પોલીસને ફરિયાદ મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ તીન બત્તી વિસ્તારમાં એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે.
જોકે ગત રોજ બનેલી ઘટનામાં ભિક્ષુકએ 200 રૂપિયા હપ્તો નહિ આપી શકતાનું જણાવતા સૌકત અલી કે જે તેની પાસે તીક્ષ્ણ હથિયાર રહેતા હોય છે તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો.
જેમાં ભિક્ષુકને ઇજા થઇ અને સૌકત ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ ફરિયાદ નોંધાતા સૌકત વધુ સમય છુપાયેલો ન રહ્યો અને તે પકડાઈ ગયો.
પોલીસે સૌકત અલીની ધરપકડ કરી પૂછરપછ કરતા સામે આવ્યું કે સૌકત ભોગ બનનાર ભિક્ષુક પાસે દરરોજના 200 રૂપિયા હપ્તો ઉઘરાવતો હતો. છેલ્લા 2 થી 4 મહિના થી તેની આ પ્રવૃત્તિ ચાલતી હતી.
દાણીલીમડામાં સામે આવેલી આ ઘટનામાં એ પણ આશંકા સેવાઈ રહી છે કે માત્ર આ એક ભિક્ષુક નહિ પણ અન્ય ભિક્ષુક પાસેથી પણ આ રીતે હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે. જે હપ્તારાજ ચાલી રહ્યું છે.
ત્યારે પોલીસે તે પણ તપાસ હાથ ધરી છે કે સૌકત અલી કે અન્ય કોઈ શખ્સો કેટલા ભિક્ષુક પાસેથી કેટલા હપ્તા કેટલા સમયથી ઉઘરાવતા હતા. ત્યારે હાલ પોલીસે પકડાયેલ શખ્સના રિમાન્ડ મેળવવા સહિતની તપાસ શરૂ કરી દીધી છે જેથી વધુ વિગત એકઠી કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.