સુરત શહેર ના કોવિડ સેન્ટર માં લોકો દિલ થી ઝૂમ્યા . લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત લાઈફ લાઈન કોવિડ સેન્ટર, ઉત્રાણ ખાતે શ્રી કુમાર તથા તેમની યોગલવ ની સમગ્ર ટીમ દ્વારા યોગ ગરબા તથા એરોબિક્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 85 અને 75 વર્ષનાં દાદા સાથે તમામ દર્દી અને કાર્યકર્તાઓ પણ ઝુમી ઉઠ્યા હતા, સમગ્ર સંચાલન વિજય ગોંડલીયા તથા અસ્મિતા ખુંટ ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.
previous post