Abhayam News
AbhayamLife Style

વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ જાણો શું છે ખબર ?…

  • નવી ગાઈડલાઈનથી કોરોના સામેના vaccination ને મળશે વેગ
  • ક્સીનને Import કરવાનો રસ્તો સાફ
  • જે રસી (Vaccine) ને ભારતમાં માન્યતા નથી મળી, પરંતુ WHOએ ઇમરજન્સી મંજૂરી આપેલી હોય કે અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં મંજૂરી મળેલી હોય, તે દરેક રસી પણ ચોક્કસ પ્રક્રિયા હેઠળ ભારતમાં આયાત કરી શકાશે.
  • કોઈ પણ વ્યક્તિ કે ખાનગી સંસ્થા વિદેશથી રસી (Vaccine) ની આયાત કરી શકશે. 

 દેશમાં વેક્સીનેશન (Vaccination) પર ચર્ચાની વચ્ચે કોરોના રસીના આયાત પર છૂટછાટની ગાઈડલાઈન (Guideline) જાહેર થતાં સારા સંકેત પ્રાપ્ત થયા છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોનાની રસી આયાત કરવા ઇચ્છતી ખાનગી સંસ્થા કે કોઈપણ વ્યક્તિ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની આ ગાઈડલાઈન (Guideline) થી ભારતમાં જેની માન્યતા મળી હોય એ અને જેની માન્યતા મળી ન હોય એ બન્ને પ્રકારની રસીની આયાત થઈ શકશે. કોઈ પણ વ્યક્તિ કે ખાનગી સંસ્થા વિદેશથી રસી (Vaccine) ની આયાત કરી શકશે. ભારત (India) માં માન્યતા પ્રાપ્ત રસી (Vaccine) ની આયાતની પ્રક્રિયા સરળ બની છે. જે રસીની ભારત (India) માં મંજૂરી મળી નથી તેની પણ આયાત હવે શક્ય બની છે, પરંતુ તેના માટે જરૂરી કાર્યવાહી કરવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ દેશમાં રસીકરણ ઝડપી બનશે.

જે રસી (Vaccine) ને ભારતમાં માન્યતા નથી મળી, પરંતુ WHOએ ઇમરજન્સી મંજૂરી આપેલી હોય કે અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં મંજૂરી મળેલી હોય, તે દરેક રસી પણ ચોક્કસ પ્રક્રિયા હેઠળ ભારતમાં આયાત કરી શકાશે.

શું છે ગાઈડલાઈન?

1) જો રસીને ભારતમાં મંજૂરી ન મળી હોય તો,

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) પાસેથી કેટલીક મંજૂરી અને લાયસન્સ મેળવવા પડશે જે બાદ આયાતની પ્રક્રિયા ગાઈડલાઈન હેઠળ કરવી પડશે. જે મંજૂરી કે લાયસન્સ મેળવવા પડશે એ નીચે મુજબ છે…

 – ન્યૂ ડ્રગ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, 2019 હેઠળ ન્યૂ ડ્રગની મંજૂરી

 – ડ્રગ્સ રૂલ્સ, 1945 હેઠળ ઇમ્પોર્ટ રજિસ્ટ્રેશન

 – ડ્રગ્સ રૂલ્સ, 1945 હેઠળ ઇમ્પોર્ટ લાયસન્સ

2) જો રસીને ભારતમાં મંજૂરી મળેલી છે તો સીધી આયાતની પ્રક્રિયા ગાઈડલાઈન હેઠળ કરી શકાશે.

રસીકરણને વેગ
આ નવી ગાઈડલાઈન (Guideline) થી દવે દેશમાં ફાઈઝર, મોર્ડના, જ્હોન્સન એન્ડ જ્હોન્સન પ્રકારની કોઈ પણ રસી સરળતાથી આયાત થઈ શકશે. સાથે સાથે દેશમાં રસીકરણને વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ ગુરુવારે મળેલી બેઠકમાં રસીકરણ (Vaccination) પર ભાર મૂકી ચૂક્યા છે. દેશમાં 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે, ત્યારે આ નવી ગાઈડલાઈનથી કોરોના સામેની લડતમાં ઘણી રાહત મળશે. 

Related posts

હાર્ટ એટેક આવતાં થયું કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન !

Archita Kakadiya

દોઢ વર્ષના બાળકના ગળામાં ફસાયો દાડમનો દાણો, શ્વાસ રૂંધાતા મોત

Vivek Radadiya

અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ

Vivek Radadiya