Abhayam News
AbhayamNews

સુરત:-કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ .

કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ.

રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી.

કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી.

પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી..

શહેરના જીલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. ધવલ પટેલે સુરત જિલ્લાના પોલીસ કમિશ્નરની હદવિસ્તાર સિવાયના સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારમાં તા.12મી મે થી 18 મી મે 2021 સુધી રાત્રિના કલાક 08:00 વાગ્યાથી સવારના 06:00 કલાક દરમિયાન રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી. આ સાથે જ નીચે જણાવેલ બાબતો ધ્યાનમાં લેવી.

રાત્રિ કર્ફ્યુંના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.

(1) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.

(2) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(4) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

(5) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(6) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

(7) તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

કોરોનાની હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા તા.12 મી મે 2021 ના 08:00 વાગ્યાથી 18 મી મે 2021 ના 06:00 વાગ્યા સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન કર્ફ્યું લંબાવવામાં આવ્યું છે. આ સાથે નીચે મુજબના નિયંત્રણો નક્કી કરાયા છે.

(1) આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ (Take away Service સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના (Malls તથા Commercial Complexes બંધ રહેશે.

(2) તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMCમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(3) આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે.

(4) અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.

(5) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.

(6) તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

(7) પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

(8) તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.

(9) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે.

આ પણ વાંચો:સુરત ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનના ધાજગરા.

(1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.

(2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ

(3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.

(4) ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.

(5) શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે.

(6) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.

(7) અનાજ તથા મસાલા દળવાની ઘંટી.

(8) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.

(9) ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી અને આઇ.ટી, સંબંધિત સેવાઓ.

(10) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.

(11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી,એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટબસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.

(12) પોસ્ટ અને કુરીયર સર્વિસ

(13) ખાનગી સિક્યુરીટી સેવા

(14) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.

(15) કૃષિ કામગીરી, પેસ્ટક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા

(16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.

(17) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.

(18) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(19) બાંધકામને લાગતી પ્રવૃતિ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે

તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું તેમજ COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

કોરોના દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ..

Abhayam

ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી

Vivek Radadiya

મણિયારાના ગાયક મુરુભાઈ બારોટનું નિધન

Vivek Radadiya

1 comment

Comments are closed.