Abhayam News
AbhayamGujarat

બ્રેકિંગ ન્યૂઝ : આંતકીઓના નિશાને ગુજરાત ! 

Breaking news: Gujarat targeted by terrorists!

બ્રેકિંગ ન્યૂઝ : આંતકીઓના નિશાને ગુજરાત !  આતંકવાદીઓના નિશાને ગુજરાત હોવાનું સામે આવ્યુ છે. ગુજરાતના કેટલાક શહેર આતંકવાદીઓના નિશાને હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતમાં બોંબ વિસ્ફોટની તૈયારી કરી હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓએ આ માટે રેકી કરી હોવાનું પણ સામે આવ્યુ છે. આ સિવાય પણ આ મામલામાં અનેક ખુલાસા થયા છે.

Breaking news: Gujarat targeted by terrorists!

બ્રેકિંગ ન્યૂઝ : આંતકીઓના નિશાને ગુજરાત ! 

ISISના એક આતંકી શાહનવાઝની પૂછપરછમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે ગુજરાત આતંકવાદીઓના નિશાને હતું. ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ ગુજરાતના અનેક શહેરોમાં સિરિયલ બ્લાસ્ટની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

ગુજરાતના કેટલાક શહેર આતંકવાદીઓના નિશાને

આતંકવાદીઓના નિશાને ગુજરાત હોવાનું સામે આવ્યુ છે. ગુજરાતના કેટલાક શહેર આતંકવાદીઓના નિશાને હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતમાં બોંબ વિસ્ફોટની તૈયારી કરી હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓએ આ માટે રેકી કરી હોવાનું પણ સામે આવ્યુ છે. આ સિવાય પણ આ મામલામાં અનેક ખુલાસા થયા છે.

બે દિવસ સુધી અમદાવાદમાં રહીને રેકી કરી હતી

ISISના આતંકી શાહનવાઝના પુછપરછમાં ખુલાસો થયો છે કે બે દિવસ સુધી અમદાવાદમાં રહીને રેલવે સ્ટેશન, સિનેમા હોલની રેકી કરવામાં આવી હતી. તેણે અટલ બ્રીજ સહિત ભીડભાડ વાળા સ્થળોની રેકી કરી હતી. ગાંધીનગરમાં આસએસએસ અને વિહિપના કાર્યાલય પણ ટાર્ગેટ પર હતા.

આ આતંકીએ તેના હેન્ડલર અબુ સુલેમાનના કહેવા પર અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનું નક્કી કર્યું હતુ. કારણ કે નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી અને ગોધરા રમખાણોનો બદલો લેવા માટે ગુજરાતને જ ટાર્ગેટ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આતંકી ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યો હતો અને બે દિવસ અમદાવાદમાં રોકાણ કર્યુ હતુ.

રેકી કરવા માટે બાઇક ભાડે લીધુ હતુ

આતંકવાદીઓએ રેલ્વે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, રાજકીય નેતાઓના VIP માર્ગોનું નિરીક્ષણ કર્યું હતુ. જો કે તેમને કોઈ નિર્ણાયક માર્ગ મળ્યો ન હતો. અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ તેમજ ગીચ બજાર સ્થળો, નબોહરા મસ્જિદ, અમદાવાદમાં દરગાહ, સાબરમતી આશ્રમ વગેરેની પણ રેકી કરી હતી. આતંકીઓએ આ વિસ્તારોની ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરી હતી. આ કામ માટે તેણે ત્યાં ભાડે બાઇક લીધું હતું.

ગાંધીનગરમાં પણ રેકી કરી હતી

બીજા દિવસે વહેલી સવારે તેઓ ગાંધીનગર ગયા અને RSS કાર્યાલય, VHP કાર્યાલય, હાઇકોર્ટ, જિલ્લા કોર્ટ, સેશન્સ કોર્ટ, ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી અને આ સ્થળોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી.

વડોદરા અને સુરતમાં પણ રેકી કરી

આતંકી સાંજે વડોદરા ગયો હતો અને રેલવે સ્ટેશન પાસેની હોસ્ટેલમાં રૂમ લીધો હતો, બીજા દિવસે તેણે ભાડાનું સ્કૂટર લીધું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ, રેલ્વે સ્ટેશનની રેકી કરી અને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી. તે જ દિવસે સાંજે તે સ્કૂટર પરત કરીને ટ્રેનમાં બેસી સુરત ગયો હતો. તેણે ભાડે સ્કૂટર લઇ સુરત રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયા અને બીજા દિવસે સવારે તેઓ સુરત શહેરની રેકી કરવા લાગ્યા

સુરતમાં ફરતી વખતે તેણે આકસ્મિક રીતે સુરતમાં જ્યુઈશ સેન્ટર જોયું અને આ જગ્યાના ફોટોગ્રાફ્સ અને વીડિયોગ્રાફી કરી. આ સિવાય તેમણે સુરત જિલ્લા કોર્ટના હીરા બજારની મુલાકાત લીધી, મંદિર વિસ્તારોની મુલાકાત લીધી અને આ વિસ્તારોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી. સાંજ સુધીમાં તેઓ ટ્રેન દ્વારા મુંબઈ પરત ફર્યા અને ત્યાંથી પુણે પાછા ગયા. બીજા દિવસે તેણે મુલાકાત લીધેલ તમામ વિસ્તારોની PDF/PPT બનાવી અને રિપોર્ટ અબુ સુલેમાનને મોકલ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુનાગઢ :: ભવનાથના મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીબાપુ ૯૩ વર્ષે બ્રહ્મલીન થયા…જુનાગઢ ખાતે સમાધી અપાશે

Abhayam

કોરોનાથી ડરો નહી..!!! પરંતુ સાવચેત રહો..!!!

Abhayam

સુરત:- આપના કોર્પોરેટર પાયલ સાકરીયા એ કહ્યું કે જો ખાડી સાફ નહી થાય તો ….

Abhayam