Abhayam News
AbhayamGujaratNews

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો

Earthquake tremors in Kutch for the second day in a row

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર આજે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે.

વિગતો મુજબ આજે સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ ગઈકાલે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. 

Earthquake tremors in Kutch for the second day in a row

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો

કચ્છનાધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ આજે સવારે 6:55 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે. 

ગઈકાલે પણ આવ્યો હતો ભૂકંપ 
દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ ગઈકાલે પણ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતી. ફરી એકવાર ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

Earthquake tremors in Kutch for the second day in a row

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

  • 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
  • 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
  • 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
  • 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
  • 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
  • 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
  • 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
  • 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે.
  • આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
  • 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
  • 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે.
  • ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરતમાં SMC નો ક્લાર્ક 5,000 ની લાંચ લેતા ઝડપાયો…

Abhayam

આ બિઝનેસમાં હાથ અજમાવો એકવાર જામી ગયા તો લાઈફ સેટ

Vivek Radadiya

ગુજરાતના આ શહેરમાં ‘તાઉ-તે’ વાવાઝોડું સૌથી છેલ્લે મચાવશે ભયંકર તબાહી..

Abhayam