Abhayam News
Abhayam News

ગુજરાતમાં વરસાદને લઈ હવામાનની મોટી આગાહી.

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા  જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ નહીંવત જોવા મળી રહી છે હવામાને વધુ જણાવતા કહ્યું કે ગુજરાતમાં જરૂર મુજબ જોઈએ એવો વરસાદ પડ્યો નથી રાજ્યમાં હજુ 44 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે જેને લઈ હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાનની વિભાગની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

મહત્વનું  છે કે રાજ્યમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી, સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જવો જોઈએ પરતું હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કેમ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવી દીધી છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે અણસાર આપ્યો છે. જો કે હવામાને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય  વરસાદની આગાહી કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રતન ટાટા કોરોનામાં મૃત્યુ પામનાર કર્મચારીને એવી સહાય કરશે કે તમે પણ કહેશો વાહ..

Abhayam

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

Kuldip Sheldaiya

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી, વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા…

Abhayam

Leave a Comment