Abhayam News
Abhayam News

48 કલાક પહેલાં હત્યા કરનારે લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર.

અમદાવાદફરી એકવાર ક્રાઇમ હબ બની રહ્યું છે. ઉપરા છાપરી હત્યા અન્ય બનાવો અને હવે એક બાદ એક લૂંટની ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા 16.30 લાખની લૂંટ કરી બે બાઇક સવારો ફરાર થઈ ગયા હતા. લૂંટ કરનાર અન્ય કોઈ નહિ પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાંહત્યા કરનાર જ આરોપી છે. શું છે તાજેતરનો અમદાવાદનો ક્રાઇમગ્રાફ જોઈએ આ અહેવાલમાં…

અસામાજિક તત્વો પૂર્વ વિસ્તારની પોલીસને પડકાર આપી રહ્યા છે. બે દિવસ પહેલા અમરાઈવાડીમાં જાહેરમાં યુવકની હત્યાકરનાર આરોપીએ જ લૂંટ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદમાં સોમવારએ કાગડાપીઠ વિસ્તારના વણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે આ ઘટના બનવા પામી હતી. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટની ઘટનાને 24 કલાક થયા છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લુંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પોલીસ દ્વારા ફરિયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે અમરાઈવાડી ખાતે આવેલ શ્યામ એજન્સીના આ બંને કર્મચારીઓ હતા. જે એજન્સી પાસે itc ની ડીલરશીપ છે જેની રોજ બરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેંકમાં જમા કરવા જતા હોય છે. દરમિયાન સોમવારે આ બનાવ બનવા પામ્યો હતો. ત્યારે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ,90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા..

Abhayam

જુઓ:-રાજય સરકારે આ સંચાલકોને આપી મોટી રાહત..

Abhayam

સુરત :-ફંગલ મ્યુકરમાઈકોસિસ રોગ ના દર્દી સાગર આઈસોલેશન સેન્ટરથી પર થી સાજા થઈને ઘરે ગયા.

Abhayam

Leave a Comment