Abhayam News
AbhayamGujarat

અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન થશે. 

Big tournaments like T20 World Cup will be organized in America.

અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન થશે.  આ વર્ષે ICC વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઘણા વર્ષોથી ક્રિકેટ રમવામાં આવે છે, પરંતુ યુએસએ માટે ક્રિકેટ એકદમ નવી રમત છે. જો કે યુ.એસ.એ.માં ઘણી ટી-20 લીગ થય છે પરંતુ મોટા પાયા પર મેગા આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે એ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જે ક્રિકેટ રમતા બીજા દેશો પાસે છે. 

એવામાં હાલમાં થોડી તસવીરો મીડિયા પર વાયરલ થઈ રહી છે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ક્રિકેટ સ્ટેડિયમ પર T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ તસવીરો જોઈને કોઈપણ ક્રિકેટ પ્રેમી અંદાજ લગાવી શકે છે કે આ કોઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ નથી પરંતુ બાળકોના રમવા માટેનું પાર્ક છે.  

અમેરિકામાં T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન થશે. 

જાણીતું છે કે T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે અને 1 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. જે અમેરિકાના ન્યુયોર્કના આઈઝનહોવર પાર્કમાં રમાશે. એવામાં જો કોઈ હાલ ગુગલ કરે કે ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં રમાશે તો એક પાર્કનો ફોટો સામે આવશે જ્યાં બાળકો રમતા જોવા મળે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી મોટી મેચ અહીં કેવી રીતે યોજાશે. 

મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન મેચ માટે આઇઝનહોવર પાર્ક પ્રથમ પસંદગી ન હતી. અહીંના સ્થાનિક લોકો ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા તૈયાર ન હતા. ક્રિકેટ જર્નાલિસ્ટ પીટર ડેલા પેન્નાએ શેર કરેલા ફોટા અને વિડિયો અનુસાર, આઈઝનહોવર પાર્ક પર હજુ સુધી કોઈ મોટું બાંધકામ શરૂ થયું નથી. આ પાર્કમાં સ્થાનિક લોકો સાંજની મજા માણવા બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. મેદાનમાં કોઈ કામ કરવામાં આવ્યું નથી અને ફેબ્રુઆરી સુધી કોઈ કામ થશે પણ નહીં. T20 વર્લ્ડ કપ 2024 માટે નાસાઉ કાઉન્ટી, NY ક્રિકેટ સ્ટેડિયમ સાઇટ હાલમાં આવી દેખાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમેરિકાનું સ્ટેડિયમ હજુ તૈયાર નથી. જે બાદ હવે T20 વર્લ્ડ કપ 2024ની યજમાનીને લઈને અમેરિકા પર સવાલો ઉઠી રહ્યા છે. જો જૂન સુધીમાં મેદાન તૈયાર નહીં થાય તો અહીં મેચ કેવી રીતે યોજાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? 

Vivek Radadiya

દેશનો દરેક વ્યક્તિ પરેડ જોવા માટે આવી શકે છે

Vivek Radadiya

કોરોનાના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક આપી છે

Vivek Radadiya