Abhayam News
AbhayamGujaratNewsPolitics

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર જે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેલીગેશને જાપાનમાં બુલેટ ટ્રેનની સફર કરી હતી.બુટેન ટ્રેન મારફતે તેઓ યોકોહામા સિટી જવા રવાના થયા હતા.ત્યાં તેમણે સેન્ટ્રલ ગાર્ડનની મુલાકાત લીધી હતી.

Bhupendra Patel traveled by bullet train in Japan

ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાનના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે જાપાનમાં બુલેટ ટ્રેનમાં સફર કરી હતી.ગુજરાતમાં પણ બુલેટ ટ્રેન બની રહી છે, ત્યારે તેમણે બુલેટ ટ્રેનમાં બેસીને તેની સફરનો અનુભવ કર્યો હતો.

જાપાન પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી હતી.જાપાનમાં એક સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. ત્યારબાદ ગ્રીન હાઇડ્રોજન અને સેમી કંડક્ટર, ઇ મોબીલીટ આ તમામ સેક્ટર્સમાં ગુજરાત હવે ધીરે ધીરે હબ બનવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે જાપાનમાં પણ આ ત્રણેય પ્રોજેક્ટને લઇને મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે. તેને લઇને જાપાનમાં બેઠકોનો દોર થયો હતો.

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર

Bhupendra Patel traveled by bullet train in Japan

બિઝનેસ અને કલ્ચર રિલેશનને લઇને પણ બેઠક કરવામાં આવી હતી.G20માં પણ આ બેઠક યોજાઇ હતી.આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેલીગેશને જાપાનમાં બુલેટ ટ્રેનની સફર કરી હતી.બુટેન ટ્રેન મારફતે તેઓ યોકોહામા સિટી જવા રવાના થયા હતા.ત્યાં તેમણે સેન્ટ્રલ ગાર્ડનની મુલાકાત લીધી હતી.યોકોહામાં ભારત સાથે ઐતિહાસિત સંબંધો ધરાવતુ શહેર છે. જાપાનના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રમાણે ગુજરાતમાં કેવી રીતે વિકાસની ગતિ સાધી શકાય આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Bhupendra Patel traveled by bullet train in Japan

ગુજરાત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેનના વચ્ચે MOU થયેલા છે અને જે કામગીરી છે તે પણ પૂર્ણ થવા આવી છે, ત્યારે મુખ્યપ્રધાને પોતે બુલેટ ટ્રેનની સફરનો અનુભવ કર્યો હતો.ત્યારે આજે પણ દિવસભરમાં અનેક બેઠક યોજાશે.CM જાપાનના અલગ અલગ ડેલીગેશનને મળવાના છે. વાયબ્રન્ટ સમિટ પહેલા જાપાન સાથે સંબંધો સરકાર ગાઢ કરવાના પ્રયત્ન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…..

Related posts

છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું? 

Vivek Radadiya

ટેબલેટ મુદે સરકાર ને ફરી મળી આંદોલનની ચીમકી.

Deep Ranpariya

મૃતક યુવાન પાસેથી મળી આવી સુસાઈડ નોટ

Vivek Radadiya