AAP ના મહિલા કોર્પોરેટરોએ ભાજપના કોર્પોરેટરને આપી બંગડી AAP women corporators protest : આજે ગાર્ડન સમિતિની મિટિંગ હતી જેમાં વ્રજેશ ઉનડકટ સભ્ય છે જેઓ મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગરસેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનડકટનો વિરોધ કરવામાં આવ્યો
સુરતમાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનો વિરોધ
સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરનું ભાજપના કોર્પોરેટરો અપમાન કરતા હોવાનો આક્ષેપ કરવામા આવી રહ્યો છે. જેના વિરોધમાં આજ રોજ મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો.આપના મહિલા કોર્પોરેટર સામે ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા કેજરીવાલ સહિત આપના નેતાઓ જેલમાં છે, તેથી વિપક્ષ નાસીપાસ થઈ ખોટો હોબાળો મચાવે છે અને મહિલા કોર્પોરેટર માટે હંસાબેન ભરતભાઈ પરમારના નામની કોમેન્ટ કરવામાં આવી હતી. આ ટિપ્પણીનો પડઘો આજે ફરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો.
AAP ના મહિલા કોર્પોરેટરોએ ભાજપના કોર્પોરેટરને આપી બંગડી
ભાજપ કોર્પોરેટરો પર આરોપ
મહિલા કોર્પોરેટરોના જણાવ્યા પ્રમાણે, સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરી ને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવકનું અપમાન કરવામા આવે છે. વધુમાં તેમણે કહ્યું કે, જો વારંવાર આવું થશે તો અમે આ બંન્નેને ઘર સુધી જઈશું.
પાયલ સાકરિયાએ આપી ચીમકી
પાયલ સાકરિયાએ જણાવ્યુ હતુ કે, ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા તેમનો વિરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરો મહિલાઓ વિશે અલગ-અલગ ટિપ્પણીઓ કરવામા આવે છે. ત્યારે ભાજપના આ કોર્પોરેટરો મહિલાનું અમાન કરે છે અમે તેમને ચીમકી આપીએ છીએ હવે પછી આ પ્રકારની ટીપ્પણી ન કરવામા આવે આ સાથે તેમણે આ કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે