પાકિસ્તાનના કરાચીથી લાવવામાં આવી રહેલો 400 કરોડ રૂપિયાના ડ્રગ્સને હાલમાં જ ATSની ટીમે ગુજરાતમાં ઝડપી લીધો હતો. ત્યારે હવે આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.
કચ્છના 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની બોટમાં કરાંચીના ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો સવાર હતો. હાજી હસનના દીકરા સાજીત વાઘેરે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે.
તેણે પૂછપરછમાં જણાવ્યું કે, આ પકડાયેલા ડ્રગ્સ મામલે પંજાબના ગેંગસ્ટરનું કનેક્શન છે. હવે ગેંગસ્ટરેને પ્રોડક્શન વોરંટ પર લઇને પોલીસ નવા ખુલાસા કરવાની તૈયારી કરી રહી છે.
હાલમાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે પાકિસ્તાનની કરાચીથી આવી રહેલા અલ હુસૈની નામની બોટ પકડી હતી. બોટથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું અને 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કસ્ટડીમાં ધરપકડ કરાયેલા એક પાકિસ્તાની આરોપીએ ખુલાસો કર્યો કે તે માછીમાર નથી, પરંતુ કરાચીના ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો છે.
તાલિબાનના ડરથી ભારતીય બોર્ડર પર છેલ્લા કેટલાક મહિનાથી સતત ડ્રગની તસ્કરી વધી ગઇ છે. ડ્રગ તસ્કરી માટે અફઘાનિસ્તાન-કરાચી અને ગુજરાતના રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, 400 કરોડના આ ડ્રગ્સ તસ્કરીમાં એક પંજાબના મોટા ગેંગસ્ટરનું નામ સામે આવ્યું છે, જે હાલમાં રાજસ્થાનની જેલમાં બંધ છે. સૂત્રોએ જણાવ્યું કે ડ્રગ પંજાબમાં ડિલીવર થવાનું હતું.
કરાચીમાં બેઠેલા હાજી હસન જ અલ હુસૈની બોટથી ડ્રગ ભારતમાં મોકલી રહ્યો હતો. તપાસ એજન્સીઓના અનુસાર, અફઘાનિસ્તાનમાં હાજર અફીણની ખેતી કરનારા ખેડૂત અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા તાલિબાન સરકારમાં આવવાથી ડરેલા છે.
ડ્રગ માફિયાઓમાં આ વાતનો ડર છે કે તાલિબાન જલ્દીથી અફઘાનિસ્તાનમાં થતી અફીણની ખેત અને ડ્રગ સિન્ડિકેટ પર પોતાનો કબજો કરી લેશે.
આ હેરોઇનનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થયુ છે. હસમ હાજી અને હાસમ હાજી બંન્ને પાકિસ્તાનના ડ્રગ માફીયા છે. ડ્રગ્સ માફીયાઓ મામુ નામના માણસને કન્સાઇમેન્ટ આપ્યું હતું અને કરાંચીથી મુખ્ય આરોપી માનુ નામનો માણસ ડ્રગ્સ લઇને આવ્યો હતો
. તેમને વધુમાં કહ્યું કે, શ્રીલંકા અને અન્ય દેશોમાંથી ભારતમાં ડ્રગ્સ આવે છે. અગાઉ પકડેલા ડ્રગ્સનું નેટવર્ક પણ આ જ ગેંગનું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…