Abhayam News
AbhayamGujarat

વાંકાનેરમાં બોગસ ટોલનાકામાં મોટો ઘટસ્ફોટ

Big reveal in bogus tollnaka in Wankaner

વાંકાનેરમાં બોગસ ટોલનાકામાં મોટો ઘટસ્ફોટ વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે વઘાસીયા ટોલનાકા કર્મીએ ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદી બની હતી. આ મામલે સિટી પોલીસે ફરિયાદ નોંધી અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Big reveal in bogus tollnaka in Wankaner

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મોરબીનાં વાંકાનેર તાલુકામાં બોગસ ટોલનાકું બનાવવા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં વઘાસીયા ટોલનાકાનાં કર્મચારી વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસ દ્વારા હાલ ટોલનાકાનાં કર્મચારી પાસેથી સમગ્ર માહિતી મેળવી રહી છે.

Big reveal in bogus tollnaka in Wankaner

3 જગ્યાએ ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હોવાથી સરકારને દૈનિક લાખોનું નુકશાન થવા પામ્યું છે. વઘાસીયા ટોલનાકાની પર દૈનિક આવક 15 લાખથી વધુ છે

પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી
રાજ્યમાં નકલી કચેરી બાદ મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ સામે આવ્યું છે. નકલી ટોલનાકુ ચાલતું હોવાના આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થયો છે. દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

Big reveal in bogus tollnaka in Wankaner

NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

વાંકાનેરમાં બોગસ ટોલનાકામાં મોટો ઘટસ્ફોટ

Big reveal in bogus tollnaka in Wankaner

જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

Big reveal in bogus tollnaka in Wankaner

બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે. 

Big reveal in bogus tollnaka in Wankaner

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા 
મોરબી ખાતેનાં ગેરકાયદે ટોલનાકા મામલે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમત ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વિશ્વમાં સૌથી વધુ રોજગારી ભારતમાં મળશે

Vivek Radadiya

છેલ્લા 24 કલાકમાં 7ના મોત

Vivek Radadiya

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા!

Vivek Radadiya