વાંકાનેરમાં નકલી ટોલનાકું વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકું ધમધમી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે પરથી રોજનાં હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ટોલ બનાવવા માટે બાજુનાં ગામમાંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોની આ કર ચોરી કરવાની ટેવનાં કારણે કેટલાક અસામાજી તત્વો દ્વારા કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વાંકાનેરમાં નકલી ટોલનાકું
વ્હાઈટ હાઉસ સિરામિકના કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો
મોરબીનાં વાંકાનેર વઘાસિયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકું બનાવાયું હતું. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા. કારખાનેદારની પણ આ ગેરદાયકે ટોલનાકું બનાવવામાં સંડોવણીની શક્યતા છે.
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

મોરબી ખાતેનાં ગેરકાયદે ટોલનાકા મામલે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમત ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે.

મોરબી-વઘાસિયા ટોલનાકા મામલે વાંકાનેરનાં પૂર્વ ધારાસભ્ય મહમદ જાવેદ પિરઝાદાનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં આ પ્રકારનાં ટોલનાકા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે. તેમજ આ બાબતે મેં અનેક વખત રજૂઆત કરી છે. ખુલ્લા રેલવે ફાટક બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી હતી. ત્યારે આ તમામ સત્તાધારી પક્ષનાં નેતાની રહેમનજર હેઠળ આ ચાલતું હોય તેવું લાગે છે. વાંકાનેરનાં તમામ લોકો આ જાણતા હતા. મીડિયાનાં અહેવાલ બાદ તંત્ર એક્શમાં આવ્યું છે. સરકારી તંત્રનાં નિયમ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે