Abhayam News
AbhayamNews

ગુજરાત યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય..

યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે

હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ આગામી સમયમાં કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે તેવી જાહેરાત કરી છે. યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે તેવી જણાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થી સંગઠનના વિરોધ અને હાઇકોર્ટની ટકોર બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 10 જૂનથી યોજાનારીની LLB અને LLMની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પરીક્ષા ફરજિયાત લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેથી હવે યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે અને પરીક્ષા યોજવામાં આવશે. હવે આગામી સમયમાં પરીક્ષા યોજાશે તેવું ગુજરાત યુનિવર્સિટીએ જણાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય


વિદ્યાર્થીઓને ઓનલાઇન કે ઓફલાઈન વિકલ્પ અપાશે


કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં

વિદ્યાથીઓ ઓનલાઇન કે ઓફલાઈન વિકલ્પ પસંદ કરીને પરીક્ષા આપી શકશે. ઓનલાઇન વિકલ્પથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન વિકલ્પની પસંદગી કરવી પડશે. બાદમાં યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ઓનલાઇન પરીક્ષા આપી શકશે ગુજરાત યુનિવર્સિટીએ ટ્વિટના માધ્યમ થકી જણાવ્યું છે કે ઓફલાઈન માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરીક્ષા તારીખ અને કાર્યક્રમ જાહેર કરે તેની રાહ જોવી પડશે. તેમજ સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે અને પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો કારણ :-બે દિવસમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તેવી શક્યતા.

Abhayam

અંબાણી પરિવારની દરેક વસ્તુ હેડલાઈનમાં રહે છે

Vivek Radadiya

AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Vivek Radadiya

1 comment

Comments are closed.